ભારત-ઓસી. વચ્ચે રમાનારી ટેસ્ટમાં દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે

October 29, 2020

નવીદિલ્હીઃ કોરોનાની મહામારી વચ્ચે પહેલી વખત ક્રિકેટ મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવા આવવાની પરવાનગી આપવામાં આવે તેવી શક્યતા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ જોવા માટે દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી મળી શકે છે.ભારત નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનુ છે.આ દરમિયાન બંને દેશો વચ્ચેની ટેસ્ટ સિરિઝનો પ્રારંભ 17 ડિસેમ્બરથી થવાનો છે.આ પહેલા ભારતીય ટીમ 14 દિવસ સિડનીમાં ક્વોરન્ટાઈન રહેશે.એ પછી ટી 20 સિરિઝ અને વન ડે સિરિઝ રમશે. જોકે ટેસ્ટ સિરિઝ દરમિયાન મેલબોર્નમાં રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી આપવા માટે વિચારણા થઈ રહી છે તેમ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડનુ કહેવુ છે.આ માટે બોર્ડ વિકટોરિયા રાજ્યની સરકાર સાથે મળીને યોજના બનાવી રહ્યુ છે.સ્ટેડિયમની ક્ષમતા એક લાખ લોકોની છે અને અમે 25000 દર્શકોને મંજૂરી આપવાનુ વિચારી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરિઝનો પ્રારંભ 17 ડિસેમ્બરથી થવાનો છે.એડિલેડમાં આ ડે નાઈટ ટેસ્ટ રમાશે.એ પછી બીજી ટેસ્ટ 26 ડિસેમ્બરે બોક્સિંગ ડે દિવસથી મેલબોર્નમાં રમાશે.સાત જાન્યુઆરીથી ત્રીજી ટેસ્ટ સિડનીમાં અને 15 જાન્યુઆરીથી બ્રિસબેનમાં ચોથી ટેસ્ટ રમાશે.