Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

ભારતે મોકલેલો કોરોના વેક્સિનનો જથ્થો ભૂટાન પહોંચ્યો, ભૂટાનના વડાપ્રધાન શેરિંગે જાતે સ્વાગત કર્યુ

January 20, 2021

- ભારતે ભૂટાનને કોરોના વેક્સિનના દોઢ લાખ ડોઝ અને માલદીવને એક લાખ ડોઝ આપ્યા

થિમ્ફુ- ભારતે પોતાનો પાડોશી ધર્મ નિભાવતા કોરોના સંકટ સામે લડી રહેલા પાડોશી દેશોને વેક્સિન આપવાની શરુ કરી છે. ભારતે સૌથી પહેલા માલદીવને કોરોના વેક્સિન આપી છે. ત્યાર બાદ હવે ભૂટાનને પણ કોરોના વેક્સિનનો પહેલો જથ્થો આપવામાં આવ્યો છે, જે ભૂટાન પહોંચી પમ ગયો છે. 
દુનિયાના સૌથી મોટા કોરોના વેક્સિનેશનની શરુઆત કર્યાના ચાર દિવસ બાદ એટલે કે બુધવારે ભારતે ભૂટાન અને માલદીવને કોરોના વેક્સિન આપી છે. ભૂટાનના વડાપ્રધાન લૌટે શેરિંગે જાતે કોરોના વેક્સિનના જથ્થાનું સ્વાગત કર્યુ છે.  આ અંગે ભૂટાનના વડાપ્રધાને ખુદ ટ્વિટર પર તસવીરો મૂકતીને માહિતિ આપી છે. આ તસવીરોમાં કોરોના વેક્સિનના કંસાઇનમેન્ટ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે ભારતે ભૂટાનને કોરોના વેક્સિનના દોઢ લાખ ડોઝ અને માલદીવને એક લાખ ડોઝ આપ્યા છે.
ભારતે મંગળવારે ઘોષણા કરી હતી કે બુધવારે 6 દેશોને કોરોના વેક્સિનનો સપ્લાય કરવામાં આવશે. આ છ દેશોમાં ભૂટાન, માલદીવ, નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ અને સેશેલ્સનો સમાવેશ થાય છે. ભારતે કહ્યું હતું કે સંકટના  સમયમાં ભારત આ દેશોને કોરોના વેક્સિન અનુદાન સહાયતાના રુપમાં આપશે. 
ભૂટાનના પીએમ લૌટે શેરિંગના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સમય પ્રમાણે બપોરે લગભગ સાડા ત્રણ આપસાપ ભારતીય વાયુસેનાના વિમાન રાજધાની પારોમાં લેન્ડ થયા. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે ભૂટાન ભારતની ભેટ મેળવનાર પહેલો દેશ બન્યો છે.