ન્યુઝીલેન્ડ સામેની ટી-૨૦ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત 

January 13, 2020

મુંબઈઃ  ન્યુઝીલેન્ડ  સામે ટી-૨૦ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટી-૨૦ ટીમમાં સંજુ સેમસનને બહાર કરી દેવામાં આવ્યા છે.તેની સાથે-સાથે શિખર ધવન પણ પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. જ્યારે હાર્દિક પંડ્યાને ભારતીય ટી-૨૦ માં સામેલ કરવામાં આવ્યા નથી.   અત્રે ઉલ્લેખનીય છે કે, સમાચાર આવ્યા હતા કે હાર્દિક પંડ્યા ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા હતા જેના કારણે તેમને ઇન્ડિયા એ ટીમથી બહાર કરી દેવામાં આવ્યા હતા. અંતમાં પસંદગીકર્તાઓએ અનફીટ હાર્દિક પંડ્યાને ન્યુઝીલેન્ડ નહીં લેવાનો જવા નિર્ણય કર્યો છે. ભારતીય ટી-૨૦ માં કૃણાલ પંડ્યા અને સૂર્ય કુમાર યાદવને નજર અંદાજ કરવામાં આવ્યા છે. જ્યારે રોહિત શર્મા અને મોહમ્મદ શમી શ્રીલંકા સામેની ટી-૨૦ સીરીઝમાં રેસ્ટ બાદ ટી-૨૦ ટીમમાં વાપસી થઈ છે. ન્યુઝીલેન્ડ સામે ટી-૨૦ સીરીઝમાં વિકલ્પ વિકેટકીપરની ભૂમિકા લોકેશ રાહુલ નિભાવતા જોવા મળવાના છે. ન્યુઝીલેન્ડ સામેની ટી-૨૦ સીરીઝ માટે ભારતીય ટીમ આ પ્રકાર છે : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યુજ્વેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર