નૌકાદળના બેડામાં સામેલ થયું INS કવરત્તી

October 22, 2020

નવી દિલ્હી : ભારતમાં બનેલ INS કવરત્તી ગુરુવારે નૌકાદળના બેડામાં સામેલ કરવામાં આવ્યું છે. સેનાધ્યક્ષ એમએમ નરવણેએ વિશાખાપટ્ટનમ નેવલ ડોકયાર્ડમાં તેનો પ્રોજેકટ 28 (કમરોટા ક્લાસ) હેઠળ સમાવેશ કરાયો છે. ભારતમાં તૈયાર કરેલ INS કવરત્તી એન્ટી સબમરીન વોરફેર (એએસડબ્લ્યુ) અને દુશ્મનના રડારની પકડમાં નહીં આવનાર સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ છે. આ લાંબા અંતરના ઓપરેશનમાં મદદરૂપ બનશે.

ભારતે ગુરુવારે સુરક્ષા ક્ષેત્રે વધુ એક સિધ્ધિ મેળવી છે. એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ 'નાગ'નું અંતિમ પરીક્ષણ ગુરુવારે સવારે રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેન્જમાં કરવામાં આવ્યું હતું. વોરહેડ સાથે થયેલ ફાઇનલ ટ્રાયલ સફળ રહ્યો. હવે આ સ્વદેશી મિસાઇલ સેનામાં સામેલ થવ માટે તૈયાર છે.

નાગ મિસાઇલ નાગ મિસાઇલ કેરિયરથી (એનએએમઆઈસીએ) લોન્ચ કરવામાં આવી હતી. તે 4 થી 7 કિમી.ની રેન્જ સુધી નિશાન સાધી શકે છે. આ એક થર્ડ જનરેશનની એન્ટિ-ટેન્ક ગાઇડ મિસાઇલ છે. દિવસ અને રાત્રે બંને સમયમાં દુશ્મન ટેન્કોને નિશાન બનાવી શકે છે. તેનું સેનામાં સામેલ થયા બાદ ભારતીય સેના સરળતાથી દુશ્મનના ટેન્કોને નિશાન બનાવી શકશે. રક્ષા મંત્રાલયે 2018માં ભારતીય સેના માટે 300 નાગ મિસાઇલ અને 25 એનએએમઆઈસીએની ખરીદીને મંજૂરી આપી હતી.