દીવા પ્રગટાવવાની જગ્યાએ ભાજપની મહિલા નેતાએ કર્યુ ફાયરિંગ

April 06, 2020

લખનૌ  : રવિવારે રાતે પીએમ મોદી ની અપીલને માન આપીને આખા દેશે દીવા અને મીણબત્તીઓ પ્રગટાવી હતી ત્યારે ભાજપના એક મહિલા નેતાએ જોશમાં હોશ ખોઈને ચોંકાવનારી હરકત કરી હતી.

મળતી વિગતો પ્રમાણે યુપીમાં બલરામપુરમાં ભાજપના જિલ્લા અધ્યક્ષ મંજૂ તિવારીએ તો દીવા પ્રગટાવવાની જગ્યાએ પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યુ હતુ અને તેનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર મુકી પણ દીધો હતો.

જોકે જોત જોતામાં આ વિડિયો વાયલર થઈ ગયા બાદ હવે મહિલા નેતા બરાબર ફસાયા છે. એવુ કહેવાય છે કે, તેમની પાસે પાર્ટીએ જવાબ માંગ્યો છે કે, આ પ્રકારની હરકત તેમણે કેમ કરી.

પીએમ મોદીએ દીવા પ્રગટાવવાની કરેલી અપીલના જવાબમાં રવિવારે રાતે ઘણાએ ફટાકડા પણ ફોડ્યા હતા.