GJEPC મેમ્બર હશે તે વેપારીઓ જ હીરાના રફની આયાત - નિકાસ કરી શકશે, વેપારીઓને રાહત

November 23, 2021

નેચરલ ડાયમંડના પ્રમોશન માટે રજીસ્ટર્ડ આયાતકારો પાસેથી લેવીના મુદ્દે, એકસમાન માપદંડ લાગુ કરવાની સભ્યો તરફથી ઉઠેલી માગણીને કારણે હવે આયાતકારો માટે કાઉન્સિલની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ડિરેકટોરેટ જનરલ આફ ફોરેન ટ્રેડે એક જાહેરનામું બહાર પાડીને આ નિર્ણય લીધો છે.આયાતકાર જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ સાથે નોંધાયેલ નહિ હોય તો રફ હીરાની આયાતની પરવાનગી આપવામાં આવશે નહીં. રફના આયાતકાર માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું હોવાથી હવે રજીસ્ટ્રેશન લેવું પડશે.

હવે GJEPC ના મેમ્બરો હશે તેવા હીરા વેપારીઓ જ રફ ડાયમંડની આયાત અને નિકાસ કરી શકશે. નેચરલ ડાયમંડના પ્રમોશન માટે GJEPC દ્વારા હીરા વેપારીઓ પાસે 0.02 ટકા વસૂલાતા હતાં. નોન મેમ્બરો દ્વારા આ લેવી આપવામાં આવતી ન હતી. મેમ્બરોની રજૂઆત બાદ કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલય દ્વારા પરિપત્ર બહાર પાડીને જાહેરાત કરી છે કે, GJEPC ના મેમ્બરો હશે તે જ 25 હીરાની આયાત અને નિકાસ કરી શકશે. 

કુદરતી હીરાનું પ્રમોશન કરવા માટે વિશ્વના અલગ અલગ દેશની માઈનિંગ કંપનીઓ દ્વારા ફંડ ભેગું કરવામાં આવતું હતું. જેમાં 90 ટકા ફંડ ડાયમંડ માઈનિંગ કંપનીઓ આપતી હતી જ્યારે 10 ટકા ફંડ GJEPC  દ્વારા આપવામાં આવતું હતું. આ 10 ટકા ફંડ માટે GJEPC  તેમના સભ્યો રફ ડાયમંડની આયાત અને નિકાસ કરતાં તેના પર 0.02 ટકાની વસૂલાત કરવામાં આવતું હતું.

જે લોકો GJEPC ના સભ્યો ન હોય તેવા લોકો હીરાની રફની આયાત અને નિકાસ કરતાં પરંતુ તેમની પાસે 0.02 ટકા લેવીની વસૂલાત કરવામાં આવતી ન હતી. જેના કારણે GJEPC ગુજરાતના સભ્યોએ કાઉન્સિલ અને સરકારને રજૂઆતો કરી હતી. જેને લઈને  22મી નવેમ્બરના રોજ કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલય દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘હવે જે GJEPC ના સભ્યો હશે તેવા હીરા વેપારીઓ જ રફની આયાત અને નિકાસ કરી શકશે. રફની આયાત અને નિકાસ કરનાર દરેક 0.02 ટકાની લેવી ફરજિયાત આપવી પડશે.

GJEPC ના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, GJEPC ના મેમ્બરો હોય અને રફની આયાત નિકાસ કરતાં હોય તેમની પાસે 0.02 ટકા લેવીની વસૂલાત કરવામાં આવતી હતી. નોન મેમ્બરો પાસે લેવીની વસૂલાત કરવામાં આવતી ન હતી. જેથી જીજેઈપીસી ગુજરાત દ્વારા સરકારને રજૂઆત કર્યા બાદ કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલય દ્વારા પરિપત્ર બહાર પાડીને જાહેરાત કરવામાં આવી છે કે, GJEPC ના મેમ્બરો હશે તે લોકો જ હીરાની રફની આયાત અને નિકાસ કરી શકશે. સરકારે હવે એક્ષપોર્ટર અને ઈમ્પોર્ટરને એક જ ચેનલમાં લાવવા માટે તમામ માટે લેવી ફરજિયાત બનાવવામાં આવી છે.