પિતાની પુણ્યતિથિના દિવસે જ જયેશ રાદડિયા બન્યા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન

July 29, 2020

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તરીકે જયેશ રાદડિયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. તો વાઈસ ચેરમેન પદે મગન વડાવીયાની નિમણૂક કરવામાં આવી છે. ચેરમેન બન્યા બાદ જયેશ રાદડિયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, બેંક હંમેશા ખેડૂતોની સાથે ઉભી છે. ખેડૂતોના હક અને હિત માટે નિર્ણય કરીશું. બેંકનાં બોર્ડ ઓફ ડિરેક્ટરોએ ફરીથી જયેશ રાદડિયાને જવાબદારી સોંપી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ બેંકની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ હતી. ગત અઠવાડિયે 17 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક રાજકોટની સૌથી મોટી સહકારી બેંક છે. બીજી બાજુ આજે જયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલ રાદડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. અને આજના દિવસે જ બેંકની ચૂંટણીમાં જયેશ રાદડિયાની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે.