ત્રણ વર્ષ પહેલા જ સીરિયાના રાષ્ટ્રપતિને ખતમ કરી દેવા માંગતો હતો : ટ્રમ્પ

September 16, 2020

વોશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો ખુલાસો કર્યો છે. આ ઘટસ્ફોટ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિશે છે.  ટ્રમ્પે કહ્યું કે, હું ત્રણ વર્ષ પહેલા એટલે કે 2017માં સીરિયાના લીડર બશર અલ-અસદને ખતમ કરી દેવા માંગતો હતો. આ માટેનો પ્લાન પણ તૈયાર હતો. પરંતુ, જિમ મેટિસ (ત્યારના અમેરિકાના રક્ષામંત્રી)એ મને અસદને ખતમ કરવાથી અટકાવી દીધો હતો.  અમેરિકાની મધ્યસ્થા પછી ઇઝરાયલે બહેરીન અને યુએઈ સાથે કૂટનીતિન સબંધ સ્થાપવા માટેની સમજૂતી કરી હતી. ટ્રમ્પે જેને પોતાની મોટી સફળતા ગણાવી છે.

ટ્રમ્પે ફોક્સ ટીવીના મોર્નિંગ શોમાં આ વાત જણાવી હતી. સાથે જ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે સપ્તાહમાં આ પ્રકારનો ઇન્ટરવ્યૂ એક વખત તો થવો જ જોઈએ. જો કે, પ્રોગ્રામના કો-હોસ્ટ ડૂસીએ આ બાબતે કહ્યું કે, અમે દર સપ્તાહે પ્રોગ્રામ કરવાનું વચન તો નથી આપી શકતા. જો બાઈડન પણ અમને પોતાની 47 મિનિટ આ પ્રોગ્રામ માટે આપવા માટે તૈયાર હશે તોઅમે તેમનું પણ સ્વાગત કરીએ છીએ.

અસદ મામલે ટ્રમ્પે મંગળવારે જે પણ કહ્યું, તેનો તેમની જૂની કહેલી વાતો સાથે મેળ ખાતો નથી. ખરેખર, ટ્રમ્પે આ પહેલા કહ્યું છે - મેં ક્યારેય સીરિયન નેતા (ટ્રમ્પ અસદને રાષ્ટ્રપતિ કહેતા નથી)ની પાછળ પડ્યો ન હતો. અસદ પર સીરિયાના હજારો નિર્દોષ લોકોની હત્યા કરવાનો આરોપ છે. 2018માં ન્યૂયોર્ક ટાઈમ્સના સિનિયર જર્નાલિસ્ટ બોબ વુડવર્ડના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકનું નામ હતું, ફિયર એટલે ડર. પુસ્તક પ્રમાણે, ટ્રમ્પને મેટિસને અસદની હત્યા કરવા માટેનો આદેશ આપ્યો હતો. જો કે પછીથી તેઓ ફરી ગયા હતા. અને કહ્યું મેં આવું ક્યારેય વિચાર્યું જ નથી. અને આ પ્રકારની વાતોને પુસ્તકમાં લખવી ન જોઈએ.

મેટીસે 2018ના અંતમાં રાજીનામુ આપી દીધું હતું. અનેક વખત ટ્રમ્પની નિંદા થઇ. પણ, મંગળવારે અસદ બાબતે ટ્રમ્પે જે ખુલાસો કર્યો, તેના પર મેટિસે પણ મૌન ધારણ કર્યું હતું.