કેજરીવાલની ઘોષણા,72 લાખ લોકોને 7.5 કિલો રાશન ફ્રિ, વૃધ્ધો અને વિધવાનું પેન્સન ડબલ

March 21, 2020

નવી દિલ્હી, : કોરોના વાયરસને લઇને દેશભરમાં ભયનો માહોલ છે ત્યારે દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને રાહતની ખબર આપી છે.

મુખ્યપ્રધાને દિલ્હીનાં 18 લાખ પરિવારો, વૃધ્ધો, વિધવાઓ અને વિકલાંગોને માટે રાહત પેકેજની ઘોષણા કરી છે, તેમણે દિલ્હીમાં રાશનનો કોટો વધારી દીધો છે, અને તેને કોરોનાની અસરને  જોતા નિશુલ્ક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શનિવારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં લગભગ 70 લાખ લોકો માટે રાશનનો કોટો વધારી દીધો હોવાની ઘોષણા કરી છે.

તેમાં 7.5 કિલો રાશન નિશુલ્ક આપવામાં આવશે,તે ઉપરાંત વૃધ્ધો, વિધવાઓ અને વિકલાંગોને મળતા પેન્સનની રકમ પણ બે ગણી કરવાની ઘોષણા કરવામાં આવી છે.

કોરોના વાયરસે મોટાભાગે વૃધ્ધોને સૌથી વધું નિશાન બનાવ્યા છે, તેને ધ્યાનમાં રાખીને કેજરીવાલે વૃધ્ધોને ઘરની બહાર નહીં નિકળવાની અપિલ કરી છે.

તે ઉપરાંત કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીમાં હાલ બંધ જેવી સ્થીતી નથી, પરંતું જરૂર પડશે તો તે પણ અમલમાં મુકવી પડશે, રવિવારે જનતા કર્ફ્યું ને લઇને લોકોને એક સાથે 5થી વધું સંખ્યામાં એકત્રિત નહીં થવાની અપિલ કરી છે.