મધ્યપ્રદેશમાં મહિલાએ સર્જરી વગર છ બાળકોને જન્મ આપ્યો : બેનાં મોત

March 01, 2020

શ્યોપુર : મધ્યપ્રદેશના શ્યોપુરમાં એક મહિલાએ છ બાળકોને જન્મ આપ્યો હતો. 35 મિનિટના સમયમાં મહિલાએ બે પુત્રી અને ચાર પુત્રોને જન્મ આપ્યો હતો, એમાંથી વજન ખૂબ જ ઓછું હોવાથી બે દીકરીઓએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બીજાં બાળકોની હાલત પણ ખૂબ જ નાજુક છે.

શ્યોપુરની હોસ્પિટલમાં 23 વર્ષની મૂર્તિએ છ બાળકોને જન્મ આપ્યો હતો. સોનોગ્રાફીમાં છ બાળકો છે એ જાણીને ડૉક્ટરોને ય પરસેવો છૂટી ગયો હતો. તેની સારવાર અને ડિલિવરી કરાવવાનું ખૂબ જ જોખમી હતું.

જોકે, મૂર્તિએ નોર્મલ ડિલિવરી દરમિયાન 35 મિનિટમાં છ બાળકોને જન્મ આપ્યો હતો. એમાંથી બધાં જ બાળકોનું વજન 450 ગ્રામથી લઈને 750 ગ્રામ જેટલું હતું. જન્મ સમયે ખૂબ જ ઓછું વજન હોવાથી તમામ બાળકોની સિૃથતિ નાજુક હતી.

એમાં પણ બે બાળકીઓનું વજન તો માત્ર 450 ગ્રામ જ હતું અને એ બંનેનું કમનસીબે સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું. ચાર પુત્રોને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. બાળકોની માતાની તબિયત સિૃથર થઈ હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું. મહિલાએ સાતમા મહિને જ બાળકોને જન્મ આપ્યો હતો.

મૂર્તિનું નિદાન કરનારા ડૉક્ટરોએ અગાઉ જ અધૂરા મહિને ડિલિવરી થઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરી હોવાથી હોસ્પિટલમાં સમયસર સારવાર મળી ગઈ હતી. ડિલિવરીના થોડા સમય પહેલાં જ મૂર્તિ અને તેના પરિવારજનોને ખબર પડી હતી કે ગર્ભમાં છ બાળકો છે. એ જાણ્યા પછી પરિવારજનો અને ડૉક્ટરોની ચિંતા વધી ગઈ હતી.