મંત્રીઓને સત્ર ના મળે, ત્યાં સુધી ગાંધીનગરમાં જ રહેવાનો આદેશ

September 18, 2021

ગુજરાતમાં નાટ્યાત્મક રીતે નેતૃત્વ પરિવર્તન આવ્યા બાદ પ્રથમ વખત નવા મંત્રીઓ સાથે વિધાનસભા સત્ર મળવા જઈ રહ્યું છે, ત્યારે નવનિયુક્ત મંત્રીઓને ખાસ આદેશ આપવામાં આવ્યા છે.


ગત મહિને જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ચોમાસુ સત્ર બોલાવવા માટે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ આગામી 27 અને 28 સપ્ટેમ્બરે બે દિવસ માટે વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે. આગામી વિધાનસભા સત્રને ધ્યાનમાં રાખીને નવનિયુક્ત મંત્રીઓને સત્ર ના મળે, ત્યાં સુધી ગાંધીનગરમાં જ રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ સિવાય આગામી સત્રમાં તમામ મંત્રીઓને પોતાના પર્ફોમન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપવામાં આવી છે. આ માટે મંત્રીઓએ જે-તે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને માહિતી મેળવવી પડશે.


આટલું જ નહીં, નવનિયુક્ત મંત્રીઓને વિધાનસભામાં સત્ર દરમિયાન બોલવાનો અભ્યાસ અને વિભાગની જાણકારી સહિત પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.