આ વસ્તુઓને વેસેલીન સાથે કરો મિક્સ, બનશે બેસ્ટ બ્લીચ

July 26, 2022

તમારી સ્કીનમાં ચમક લાવવા માટે તમે અનેક ઉપાયો કરતા હોવ છો.પરંતુ જો તમે અહીં આપવામાં આવેલો ઘરેલૂ ઉપાય અજમાવી લેશો તો તમારે મોંઘા પ્રોડક્ટ્સ ખરીદવાની જરૂર રહેશે નહીં. તમે સરળ રીતે ગ્લોઈંગ સ્કીન માટે અહીં જણાવાયેલો નુસખો ટ્રાય કરી શકો છો. તેનાથી સ્કીનને અનેક ફાયદા થશે. આ માટે તમારે વેસેલીનની જરૂર રહેશે.

વેસેલીન બ્લીચ બનાવવાની રીત
આ બ્લીચ બનાવવા માટે તમારે ટામેટા, હળદર અને વેસેલીનની જરૂર રહેશે. તમારે આ માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. તમે ટામેટા વિના પણ તેમાં હળદર પાવડર મિક્સ કરો. તમારું ઘરેલૂ નુસખાને ટ્રાય કરી શકો છો.

જાણો બ્લીચ લગાવવાની રીત
આ વેસેલીન બ્લીચને લગાવતા પહેલા તેને સારી રીતે સાફ કરી લો. બ્લીચની સારી અસર જોવા મળશે. ચહેરા પર બ્લીચનું જાડું લેયર લગાવો. ઓછામાં ઓછી 30 મિનિટ રાહ જુઓ. જ્યારે તે સૂકાઈ જાય ત્યારે ચહેરાને સાફ કરી લો.

કેટલી વાર લગાવી શકાય છે બ્લીચ
આ બ્લીચને તમે અઠવાડિયામં 2 વાર લગાવી શકો છો. સાથે ધ્યાન આપો કે કોઈ લગ્ન કે પાર્ટીમાં જવાના 1 દિવસ પહેલા તેને એપ્લાય કરો. ધ્યાન રાખો કે સ્કીન વધુ ઓઈલી છે તો ટામેટાનો વધુ ઉપયોગ રાખો.