મોદીએ દુર્ગા પૂજામાં કહ્યું- બંગાળે દેશને હંમેશા રસ્તો બતાવ્યો

October 22, 2020

કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પશ્ચિમ બંગાળની જનતા સાથે દુર્ગાપૂજામાં જોડાયા હતા. કોલકાતાની દુર્ગાપૂજામાં મોદીએ બંગાળીમાં પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું, "પશ્ચિમ બંગાળમાં ભક્તિની શક્તિ એવી છે કે મને લાગે છે કે હું દિલ્હીમાં નથી પણ બંગાળમાં છું. જ્યારે આસ્થા અપરંપાર હોય, ત્યારે સ્થાન, સ્થિતિ અને પરિસ્થિતિ આગળ આખો દેશ બંગાળમય, બંગાળ બની જાય છે. મોદીએ સંબોધનમા વધુમાં જણાવ્યુ હતું કે " એવું કોઈ સ્થાન નથી જ્યાં મા દુર્ગાની કોઈ ઝલક ન દેખાતી હોય. "

વડાપ્રધાને કહ્યું કે આ પર્વ ભારતની પૂર્ણતાનું પર્વ છે. બંગાળની દુર્ગાપૂજા આ પૂર્ણતાને નવા રૂપ, રંગ આપે છે. આ બંગાળની ચેતના, ઐતિહાસિકતાનો પ્રભાવ છે. હું બંગાળની ભૂમિને નમન કરું છું. બંગાળ ભૂમિના મહાપુરુષોએ શસ્ત્રો અને શાસ્ત્રો સાથે સેવા આપી છે. તેમણે સમગ્ર માનવતાને દિશા બતાવી. રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, મા આનંદમયી, શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય, રવિન્દ્રનાથ ટાગોર, રાજા રામમોહન રોય, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું નામ લેતાજ નવી ચેતના જાગે છે.

નેતાજી સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ, માસ્ટર સૂર્યા સેન, બાઘા જતીન, પ્રીતિલતા વાદેદાર સહિત અનેક વીરાંગનાઓએ પોતાનું મા ભારતીની સેવામાં વિતાવી દીધું. ભારતની માવજત કરવામાં બંગાળના ઘણાં લોકોના નામ છે કે તે સાંજ પડી જાય, પણ નામો પૂરા થશે નહીં. કાઝી નઝરૂલ ઇસ્લામ, સત્યજીત રે, મૃણાલ સેન, ઉત્તમ કુમાર, સુચિત્રા સેને વિદેશમાં પણ ભારતનું નામ રોશન કર્યું છે. મને વિશ્વાસ છે કે બંગાળના લોકો હંમેશા વિશ્વમાં ભારતનું નામ આગળ વધારશે. હું બંગાળના જનતાને નમન કરું છું.

મોદીએ કહ્યું કે આ વખતે તેઓ કોરોના વચ્ચે દુર્ગાપૂજાની ઉજવણી કરી રહ્યા છે. દરેક વ્યક્તિએ સંયમ બતાવ્યો છે, પરંતુ ઉમંગ, ભવ્યતા તે જ છે. આ બંગાળની ચેતના છે. હું તમને વિનંતી કરું છું કે તમે દુર્ગા પૂજાની સાથે બે ગજની દૂરી, માસ્ક પહેરવાનું પાલન કરીએ. માતાનો પરંપરાગત આહ્વાન એ પણ તેનું જ વિધાન છે.