‘કોરોનાની રસીના મુદ્દે મોદી બોલીને ફરી ગયા’ -રાહુલ ગાંધી
December 03, 2020

નવી દિલ્હી- કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે કોરોનાની રસીના મુદ્દે મોદી બોલીને ફરી ગયા હતા. બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે કહ્યું હતું કે બધાંને ફ્રી કોરોનાની રસી આપશું.
હવે બોલેલું ફરી ગયા છે અને કહે છે કે બધાંને રસી આપવાનું કહ્યુંજ નથી. હું વડા પ્રધાનને જાહેરમાં કહું છું કે કોરોના રસીના મુદ્દે તમારું સાચું સ્ટેન્ડ શું છે એ સ્પષ્ટ કરો.
રાહુલે ટ્વીટર પર આ મુદ્દો રજૂ કર્યો હતો અને સરકારની આકરી ટીકા કરી હતી. રાહુલે કહ્યું કે આરોગ્ય ખાતાના સચિવ રાજેશ ભૂષણે પણ કહ્યું કે જેમને કોરોના થવાની શક્યતા હતી તેમને રસી આપવાની પ્રાથમિકતા અપાશે. બધાને રસી આપવાનો સવાલ જ નથી.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના વડા બલરામ ભાર્ગવે કહેલું કે કોવિડની ચેન તોડવા માટે રસીકરણ જરૂરી હતું. એ માટે બધાંને રસી આપવાની જરૂર નથી. આમ દરેક જણ જુદી જુદી વાત કરે છે. હવે વડા પ્રધાન સ્પષ્ટ કરે કે કોરોના રસી બાબતમાં સરકારનો શો અભિગમ છે એમ રાહુલે વધુમાં લખ્યું હતું.
Related Articles
એક વર્ષ સુધી કૃષિ કાયદા સ્થગિત કરવાના સરકારના પ્રસ્તાવને ખેડૂતોએ નકાર્યો
એક વર્ષ સુધી કૃષિ કાયદા સ્થગિત કરવાના સર...
Jan 21, 2021
ભારતે મોકલેલો કોરોના વેક્સિનનો જથ્થો ભૂટાન પહોંચ્યો, ભૂટાનના વડાપ્રધાન શેરિંગે જાતે સ્વાગત કર્યુ
ભારતે મોકલેલો કોરોના વેક્સિનનો જથ્થો ભૂટ...
Jan 20, 2021
સરકાર અને કિસાનો વચ્ચે બેઠક ફરી નિષ્ફળ, હવે આ દિવસે ફરી મીટિંગ
સરકાર અને કિસાનો વચ્ચે બેઠક ફરી નિષ્ફળ,...
Jan 20, 2021
કોરોના દેશમાં:4 મહીના પહેલા 10.17 લાખ એક્ટિવ કેસ હતા, હવે ફ્ક્ત 1.94 લાખ કેસ બચ્યા
કોરોના દેશમાં:4 મહીના પહેલા 10.17 લાખ એક...
Jan 20, 2021
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું-રેલી વિરુદ્ધ અરજી પાછી લો, પોલીસને નક્કી કરવા દો
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું-રેલી વિરુદ...
Jan 20, 2021
મોદીએ UPના 6.1 લાખ લોકો માટે રૂ. 2,691 કરોડ સહાયની જાહેરાત કરી
મોદીએ UPના 6.1 લાખ લોકો માટે રૂ. 2,691 ક...
Jan 20, 2021
Trending NEWS

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021
.jpg)
20 January, 2021

20 January, 2021