કોરોના વાયરસને કારણે 300થી વધુ ગુજરાતીઓ ઇરાનમાં ફસાયા

February 27, 2020

નવી દિલ્હી : ઈરાનમાં ફસાયેલા આ ભારતીયઓનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે, 'અમે અહીં ગુજરાત અને તમિલાનાડુના લોકો ફસાયા છીએ.

અહીંથી અમે ભારત આવવા માંગીએ છીએ. કારણ કે અમે અહીં કોરોના વાયરસના કારણે ફસાયા છીએ. તમામ ફ્લાઇટ બંધ છે. અમારી પાસે કોઇ રસ્તો નથી.

અમારે આવવું છે તે માટે તમારી મદદ જોઇએ છે. અહીં બધા ડરેલા છે. અમે ઈરાનના નાના ગામ ચિરું બંદરમાં 300થી વધુ લોકો ફસાયા છીએ.

રાષ્ટ્રપતિને વિનંતી કરીએ. અમે લોકો શું કરીએ. ઘરના લોકો પણ ચિંતામાં છે. ઘરવાળાના ફોન પર ફોન આવી રહ્યા છે. અમારે લોકોને મદદ જોઇએ છે.'

રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે કેન્દ્ર સરકારને જાણ કરી લોકોને પરત લાવવા માંગ કરી છે. ફસાયેલા લોકો રોજી રોટી માટે ઈરાન ગયા હતા. પોતાના સ્વજનો વિદેશમાં ફસાતા પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ છે.