માર્ચ બાદ કેનેડામાં પ્રવેશનારાઓ પૈકી ૭પ ટકાથી વધુએ કવોરન્ટાઈન ટાળ્યું

November 05, 2020

  • સરહદ બંધ થયા પછી  ૪.૬ મિલીયન લોકોએ કેનેડામાં પ્રવેશ કર્યો 

ઓટાવા : છેલ્લા માર્ચમાં કેનેડાની સરહદ બંધ થઈ એના પછી  ૪.૬ મિલીયન લોકોએ કેનેડામાં પ્રવેશ કર્યો હતો. પણ એ પૈકી માત્ર રપ ટકા કે એથી ઓછા લોકોએ જ કવોરેન્ટાઈન પાળ્યો હતો. બાકીનાઓ જરૂરી પ્રવાસ અને અન્ય કારણોસર કવોરન્ટાઈનને ટાળ્યો હતો. 

કેનેડાએ માર્ચથી વિદેશ પ્રવાસ પર નિયંત્રણ લાદયું હતું અને કેનેડીયનોને બિનજરૂરી પ્રવાસ ટાળવા વિનંતી કરી હતી અને ૧૬મી માર્ચ બાદ તો માત્ર કેનેડીયન, પરમેનન્ટ રેસીડેન્ટ અને યુએસ સિટીઝનોને જ પ્રવાસની છૂટ અપાતી હતી. અન્યોને માટે પ્રતિબંધ હતો. માર્ચની ર૧મી બાદ તો અમેરીકનો પર પણ પ્રતિબંધ હતો. ૩૦ દિવસ માટે કેનેડા - અમેરીકા સરહદ બંધ કરી દેવાઈ હતી.જેનો સમય અનેકવાર વધારવામાં આવ્યો હતો. 
હવે એની મુદત ર૧મી નવેમ્બરે પૂર્ણ થશે. વડા પ્રધાન જસ્ટીન ટ્્રુડોએ શુક્રવારે ઓન્ટેરિયો રેડીયો સ્ટેશન પર જણાવ્યું હતું કે, તેઓ હવે કોઈ પણ સમયે સરહદ બંદી હટાવી લેવા આતુર છે. તેમણે કહ્યું હતું કે,' મને લાગે છે કે આપણે બધા એવું ઈચ્છીએ છીએ કે બધું ઝડપથી સામાન્ય થઈ જાય. એ પણ જાણીએ છીએ કે એમ થવામાં આપણે કોવિડ -૧૯ના પ્રસાર પર નિયંત્રણ લાવવું પડશે. આવા સંજોગોમાં અત્યારે સરહદ ખુલ્લી મુકવામાં મોટંા જોખમ તો રહેવાનું છે. આવશ્યક હોય તેવા પ્રવાસીઓ પણ મોટા પ્રમાણમાં આવી ગયા હોવાનું જાહેર આરોગ્ય વિભાગ તરફથી જાણવા મળી રહ્યુંં છે. 
ઓકટોબરની ર૦મી સુધીમાં ૩.પ મિલીયન પ્રવાસીઓએ આવશ્યકતાને કારણે કવોરન્ટાઈન ટાળ્યું હતું. જયારે ૧.૧ મિલીયન પ્રવાસીઓ બિનઆવશ્યક જણાતા તેમને બે અઠવાડિયા કવોરન્ટાઈન પાળવા જણાવ્યું હતું. પીએચએસી આ બધા પર ધ્યાન આપે છે અને સ્થાનિક પોલીસ પણ કવોરન્ટાઈન કરાયેલા ર૪૭૧૩૭ લોકોની જાણકારી રાખે છે અને ભંગ કરનારાઓને દંડ પણ કરવામાં આવે છે.