વડોદરા ગેંગરેપ કેસમાં નવો ઘટસ્ફોટ:કામદાર જ્યારે સફાઇ કરવા ગયો ત્યારે યુવતી ટ્રેનના કોચમાં રડી રહી હતી, અડધા કલાક પછી મૃત હાલતમાં મળી

November 28, 2021

વલસાડ : વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં ગેંગરેપનો ભોગ બનેલી નવસારીની યુવતીના કેસમાં અનેક નવા વળાંકો આવી રહ્યાં છે. બે દિવસ પહેલાં યુવતીનો ટ્રેનમાં ગળાફાંસો ખાધેલી હાલતનો વીડિયો સામે આવ્યો હતો. જ્યારે હવે સફાઇ કામદારે મોટો ઘટસ્ફોટ કર્યો છે. વલસાડ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતાં કામદારે દિવ્ય ભાસ્કરની વાતચીતમાં જણાવ્યું છે કે, તે સફાઇ કરવા ગયો ત્યારે યુવતી ટ્રેનના કોચમાં રડી રહી હતી. સફાઈ કામદાર અન્ય કામમાં વ્યસ્ત થયો હતો. બીજા કોચમાં સફાઈ કરવા લાગ્યો હતો. જ્યારે અડધા કલાક બાદ ટ્રેનના ટોયલેટ સાફ કરતા કામદારોએ ટ્રેનના કોચમાં યુવતીને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી.