રિચર્ડ્સ સાથે સંબંધો પર નીના ગુપ્તાએ કહ્યું તેને નફરત નથી કરતી

August 07, 2022

દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી નાના ગુપ્તા આ દિવસમાં ખુબ ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર એકથી એક સારા વીડિયો અને ફોટો શેર કરતી રહે છે, જેને લોકો ખુબ પસંદ પણ કરે છે. તે પોતાની દરેક વાત સ્પષ્ટ રીતે રાખે છે. પોતાનું જીવન પોતાની રીતે જીવે છે. તેને લોકો શું કહેશે તેનાથી ફેર પડતો નથી. હવે એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીએ એક્સ બોયફ્રેન્ટ અને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની સાથે પોતાના સંબંધો પર મૌન તોડ્યું છે અને ઘણી ચોંકાવનારી વાત કહી છે. 


હકીકતમાં નીના ગુપ્તાને રિલેશનશિપ વિશે પૂછવામાં આવ્યું તો તેણે બોલીવુડ બબલ સાથે ખાસ વાતચીતમાં કહ્યું, 'એવું માનવું છે કે જ્યારે તમે એકવાર કોઈને પ્રેમ કરો છો તો તમે તેને નફરત કઈ રીતે કરી શકો છો? તમે જીવી ન શકો, તમે સાથે ન રહી શકો. હું મારા એક્સ બોયફ્રેન્ડને નફરત કરતી નથી. હું મારા પૂર્વ પતિથી પણ નફરત કરતી નથી. મારે કેમ નફરત કરવી જોઈએ? જો કોઈ મને એટલો ખરાબ લાગે છે તો હું તેની સાથે બાળકો પેદા કરૂ? હું પાગલ છું શું?'


ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાના પિતા વિવિયન રિચર્ડ્સ છે. બંનેના સંબંધ ખુબ સારા છે. બંને સાથે ઘણો સમય પસાર કરે છે. ફેશન ડિઝાઇનર પણ સોશિયલ મીડિયા તેની સાથે તસવીરો શેર કરી રહે છે. પરંતુ તેના માતાપિતા સાથે નથી પરંતુ ક્યારેય નીનાએ તે બંનેના સંબંધોમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો નથી. આ અમે નહીં ખુદ તેની પુત્રી મીડિયાને જણાવી ચુકી છે. તેણે કહ્યું હતું- ક્યારેય માતાએ મારા અને પિતાના સંબંધો ખરાબ કરવાનો પ્રયાસ નથી કર્યો. હું એક એડલ્ટ છું અને મેં પિતાની સાથે સારા સંબંધ બનાવ્યા છે. માતાએ મને હંમેશા નિર્ણયો લેવાની છૂટ આપી છે. કોણ મારા જીવનમાં શું કરશે, તે તેણે મારા પર છોડી રાખ્યું છે.