બિહાર વિધાનસભામાં NRC લાગૂ નહી કરવાનો પ્રસ્તાવ પાસ

February 25, 2020

પટના : બિહાર વિધાનસભામાં રાજ્યમાં NRC નહી લાગૂ કરવાનો પ્રસ્તાવ સર્વસમ્મતિથી પાસ થઈ ગયો છે. વિધાનસભાના અધ્યક્ષ વિજય ચૌધરીએ ગૃહમાં પ્રસ્તાવ પસાર કર્યો. જેમાં કહેવામાં આવ્યું કે, બિહારમાં NRCની કોઈ આવશ્યકતા નથી. જ્યારે વિધાનસભામાં આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો કે, NPRમાં સંશોધન કરવામાં આવે. NPR 2010ની વસ્તી ગણતરીના ફોર્મેટ સાથે લાગૂ થાય.

 

નોંધનીય છે કે, બિહારમાં NDAની સરકાર છે તેમાં ભાજપ, જેડીયુ અને એલજેપી સામેલ છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે, બિહારમાં NRCની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું હતું કે આ તો અસમ માટે હતું. થોડાં દિવસો પૂર્વે વિધાનસભામાં પણ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું. જ્યારે હાલમાં જ NPRમાં સંશોધનની વાત કરી હતી.

 

ઉલ્લેખનિય છે કે, નાગપરિકતા કાનૂન અને NRCને લઈને દેશભરના ઘણાં ભાગોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. બિહારમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. આ વર્ષે રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે. નીતિશ કુમારની નજર લઘુમતિ વોટબેંક પર છે. તેવામાં ચૂંટણી પહેલા નીતિશ કુમારે પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો.