હવે ૧૦ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પૈકી ત્રણને ૧૦ વર્ષમાં કેનેડાના પીઆર મળશે

July 20, 2021

  • વધુ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટસ કેનેડીયન ઈમિગ્રન્ટસ બનવા માંડ્યા

ઓન્ટેરિયો: વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવાનું પસંદ કરી રહ્યાં છે અને કેનેડાની સરકાર પણ તેમનામાં આશાસ્પદ માનવબળ જોઈ રહી છે. ઈમિગ્રેશન, રેફયુજિસ એન્ડ સિટીઝનશીપ કેનેડા (આઈઆરસીસી)ના જણાવ્યા મુજબ વર્ષ ર૦૧૯ અને ર૦ર૦ દરમિયાન કેનેડામાં સ્ટડી પરમિટ ધરાવનારાઓની સંખ્યા ૧રર૭૦૦થી વધીને ૬૪રપ૦૦ થઈ ગઈ છે. વર્ષ ર૦ર૦ પછી કેનેડામાં આવનારા દર ૧૦ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પૈકી ત્રણને ૧૦ વર્ષમાં કેનેડાના પરમેનન્ટ રેસીડેન્ટનું સ્ટેટસ મળી શકશે.સ્ટેટેસ્ટીકસ કેનેડાના અહેવાલ મુજબ અડધાથી વધુ માસ્ટર્સ ડીગ્રી સ્ટુડન્ટસ છે અને ૧૦ પૈકી ૬ પાસે ડોકટરલ ડીગ્રી સ્ટુડન્ટનું સ્ટેટસ છે, જેમને આ ગાળામાં પરમેનન્ટ રેસીડેન્ટનું સ્ટેટસ મળી શકશે. 
જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નોન યુનિર્વસિટી પોસ્ટ સેકન્ડરી એજયુકેશન હેઠળ નોંધણી ધરાવે છે તેમને પણ આવરી લેવાશે. જેમણે ર૦૧૦થી ર૦૧૪ વચ્ચે નોંધણી કરાવી હોય, તેમની સંખ્યા ર૦૦૦થી ર૦૦૪ દરમિયાન નોંધાયેલા કરતાં બમણી હશે. ચોક્કસ વિષયોના નોન યુનિર્વસિટી પોસ્ટ સેકન્ડરી એજયુકેશન માટે નોંધણી કરાવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું પ્રમાણ પણ વધુ છે. એનો અર્થ એવો થાય છે કે, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડામાં પોસ્ટ સેકન્ડરી એજયુકેશનના આશયથી આવે છે, તેમને પરમેનન્ટ રેસીડન્સી મળવાની શકયતાઓ પણ વધુ છે. ર૦૧૦થી ર૦૧૪ દરમિયાન પહેલી સ્ટડી પરમિટ મેળવનારાઓનું પ્રમાણ લગભગ ૪૬ ટકા છે. જેમાં મોટાભાગે તો ભારતના વિદ્યાર્થીઓ છે, પછીના ક્રમે ૩૦ ટકા સાથે નાઈજિરીયા છે અને ર૧ ટકા સાથે વિયેટનામ છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે અહીં કામ પણ કરતા હોય, તેમને પરમેનન્ટ રેસીડેન્ટ બનવાની શકયતાઓ વધું હોય છે. જેનું પ્રમાણ લગભગ ૬૦ ટકા છે. એમાં પણ વાર્ષિક આવકને ધ્યાનમાં રાખીએ તો વર્ષ ર૦૦પથી ર૦૦૯ દરમિયાન સ્ટડી પરમિટ મેળવનારાની આવક વર્ષે પ૦૦૦૦ યુએસ ડોલર કે વધુ હોય એવા લગભગ ૮૭ ટકાને પરમેનન્ટ રેસીડેન્ટનું સ્ટેટસ મળે છે. જેમને વર્ષે ર૦૦૦૦ યુએસ ડોલરથી ઓછો પગાર હોય તેમના પૈકી ૪૬ ટકાને એ મળે છે. આ આંકડાઓ જોતા એ સ્પષ્ટ થાય છે કે, કેનેડામાં કામનો અનુભવ ધરાવનારાઓને પરમેનન્ટ રેસીડેન્ટ બનાવવાથી તેઓ કેનેડા છોડી નહીં જાય અને માનવબળની સમસ્યા ન સર્જાય એવું સરકાર વિચારી રહી છે.