હવે દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં પણ 27 માર્ચ સુધી લોકડાઉન

March 24, 2020

લખનૌ  :  કોરોનાના વધતા જતા વ્યાપના કારણે હવે યુપી સરકારે આખા રાજ્યને લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.

27 માર્ચ સુધી આખા રાજ્યમાં લોકડાઉન રહેશે. આ પહેલા રવિવારે સરકારે યુપીના 16 જિલ્લા લોકડાઉન કર્યા હતા પણ વાયરસ વધારે ફેલાય નહી તે માટે હવે દેશના સૌથી મોટા રાજ્યમાં કરોડો લોકો લોકડાઉનમાં રહેશે.

યોગી સરકારે દરેક જિલ્લાના કલેક્ટરને જરુર પડે તો કરફ્યુ નાખવા માટે પણ છુટ આપી છે. લોકડાઉન દરમિયાન મેડિકલ સારવાર, જરુરી સરકારી સેવાઓ, શાકભાજી અનાજ કરિયાણાની દુકાનો, ટેલિફોન અને ઈન્ટરનેટ સેવાઓ, બેન્કો, એટીએમ અને ઓનલાઈન શોપિંગની ડિલવરી સેવાને છુટ આપવામાં આવી છે.