ચાઈનીઝ એપ પર પ્રતિબંધ કરવાના નિર્ણય બાદ ઝૂમ એપ પર ઓનલાઈન એજ્યુકેશન બંધ થયું

June 30, 2020

અમદાવાદ. હાલમાં કોરોના વાઈરસના પગલે વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ ઓનલાઈન ક્લાસ કરાવાય છે. તેના માટે સ્કૂલ તરફથી અલગ-અલગ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમાથી એક છે ઝૂમ એપ. આજકાલે ઝૂમ એપ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ આ એક ચાઈનીઝ એપ છે. બીજીતરફ કેન્દ્ર સરકારે સોમવારે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે કેટલાક સ્કૂલઓએ ઝૂમ એપ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

શહેરમાં આવેલી નિરમા સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે કે, સરકાર દ્વારા ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુકવાથી અમે બે દિવસમાં ઝૂમ એપ બંધ કરી રહ્યા છે. એટલે કે 30 જૂન મંગળવારથી 1 જૂલાઈ બુધવાર સુધી ઓનલાઈન શિક્ષણ નહીં આપી શકાય છે. પરંતુ 2 જુલાઈથી ફરીથી ક્લાસ શરૂ કરવામાં આવશે. સ્કૂલ હાલમાં ઓનલાઈન એજ્યુકેશન માટે નવું પ્લેટફોર્મ શોધી રહ્યું છે.