PM નરેન્દ્ર મોદીએ અમેરીકાના રાષ્ટ્રપતિ બિડેનને આપી શુભકામના

January 21, 2021

નવીદિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જો બિડેનને અમેરીકાના 46માં રાષ્ટ્રપતિના પદના શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને અભિનંદન આપ્યા છે કે, આપણે બંને બંને દેશોના સંબંધોને મજબૂત બનાવશે અને સાથે મળીને કામ કરીશું.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમેરીકાના રાષ્ટ્રપતિ તરીકે પદ ગ્રહણ કરવા પર જો બિડેનને મારી હાર્દિક શુભકામના, હું ભારત અમેરીકા રણનીતિક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમની સાથે કામ કરવા ઈચ્છુક છું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ જો બિડેનને શુભકામના પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, લોકશાહીના એક નવા અધ્યાયની શરૂઆત માટે અમેરીકાને અભિનંદન. બિડેન અને ઉપરાષ્ટ્રપતિ હેરિસને શુભકામના.