ટોરોન્ટોમાં સ્નો કલિયરીંગ કોન્ટ્રાકટના નબળા પાલનથી ૩૧ મિલીયન યુએસ ડોલરનો દુર્વ્યય

October 31, 2020

  • શરતોના પાલન બાબતે સત્તાધીશોએ બેદરકારી હોવાનો ઓડિટર જનરલનો અહેવાલ

ટોરોન્ટો : ટોરોન્ટોના ઓડિટર જનરલના કહેવા મુજબ જો શહેરના સત્તાવાળાઓએ સ્નો કલીયરીંગના ખર્ચ ઉપર બરાબર ધ્યાન આપ્યું હોત તો છેલ્લા પાંચ વર્ષમાં લાખો મિલીયન ડોલરની બચત થઈ હોત. કોન્ટ્રાકટરો સાથેની શરતોનું યોગ્ય પાલન થાય છે કે નહીં અને નિયમોનો અમલ થાય છે કે નહીં એનું બરાબર ધ્યાન રખાયું નથીશુક્રવારે રજુ થયેલા અહેવાલ મુજબ જો શહેરના સત્તાવાળાઓએ છેલ્લા પાંચ વર્ષમાં કોન્ટ્રાકટરો સાથેની બીલીંગની શરતોનું બરાબર ધ્યાન રાખ્યું હોત તો અંદાજે ર૪ મિલીયન યુએસ ડોલરની બચત થઈ શકી હોતઅહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, જો કોન્ટ્રાકટ મુજબ કામના કલાકો પર ધ્યાન આપી મુજબ ચુકવણું કરાયું હોત તો અંદાજિત . મિલીયન યુએસ ડોલરનું વધારાનું ચુકવણું ટાળી શકાયું હોત કુલ રકમ શહેરના વિન્ટર રોડ મેન્ટેનન્સના ૪૧૧ મિલીયન યુએસ ડોલરના લગભગ . ટકા જેટલી થાય છે. ઓડીટર જનરલ બેવર્લી રોમિયો બીહલરે એમ પણ નોંધ્યું હતું કે, જો જીપીએસ ટેકનોલોજીની મદદથી કામ ઉપર ધ્યાન રખાયું હોત તો પણ સારૂં થઈ શકયું હોત.

એક ઉદાહરણ તરીકે ૮પ૦ વાહનોનો નવેમ્બર ર૦૧૮ અને જાનયુઆરી ર૦ર૦ સુધીના કોન્ટ્રાકટમાં રર૭ વાહનોનો કોઈ જીપીએસ ડેટા ઉપલબ્ધ નથી. કેમ કે વાહનોનો ઉપયોગ એના વિના કરાયો હતો અથવા તો જીપીએસ યુનિટસમાં ગોટાળો કરાયો હતો. જેના પરિણામે આપણે કોન્ટ્રાકટરોના કામની ક્ષમતાના લેવલને પારખી શકતા નથીજયારે જીપીએસ ડેટા ઉપલબ્ધ હોય છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન સર્વિસીઝ સ્ટાફ એને ચકાસવાની દરકાર પણ લેતા નહોતા. વધુમાં ઓડીટરની ટીમે કેટલાક કોન્ટ્રાકટર્સ કામની શરતોનું પાલન પણ કરતા નહોતા. દાખલા તરીકે કામની શિફટ શરૂ કરવાના અને પુરી થવાના સમયનું ધ્યાન રખાતુ હોવાને કારણે વધારાના કામનો જીપીએસ રેકોર્ડ પણ જોવા મળતો નહોતો. પરિણામે કાઉન્સીલના ધારાધોરણ મુજબનું કામ જોવા મળ્યું નહોતું. શુક્રવારે શહેરના મેયર જોન ટોરીએ અહેવાલનો પ્રતિભાવ આપતા કહ્યુંં હતું કે, તેમણે આખો અહેવાલ રસપૂર્વક વાંચ્યો છે અને સમજાયું છે કે, સારા ઓડીટર જનરલ હોવાથી શું લાભ થાય છે. ઓડીટ કમિટી અને ઓડીટની પ્રક્રિયાની સાચી જરૂરીયાત આવા અહેવાલથી સમજાઈ શકે છે.