ધમકીઓથી ડરીને બ્રિટન જતા રહેલા પૂનાવાલાએ કહ્યુ કે, બહુ જલ્દી પાછો ફરીશ

May 02, 2021

નવી દિલ્હીઃ ભારતમાં વેક્સીન ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલા તેમને મળી રહેલી ધમકીઓથી ડરીને બ્રિટન જતા રહ્યા છે. આ ઘટનાએ ભારતમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.દરમિયાન સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યુ છે કે, બહુ જલ્દી હું ભારત પાછો ફરીશ.તેમણે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, બ્રિટનમાં તમામ સહયોગીઓ સાથે એક બેઠક થઈ હતી.એવુ કહેતા મન ખુશી થાય છે કે, પૂણેમાં વેક્સીનનુ ઉત્પાદન પૂરજોશમાં ચાલી રહ્યુ છે.બહુ જલ્દી પાછો ફરીને ઉત્પાદનની સમીક્ષા કરાવ માટે આતુર છું.
પૂનાવાલાએ લંડનના એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, ભારતમાં વેક્સીન સપ્લાય  માટે પારવરફુલ લોકોમાંથી કેટલાક મને ફોન પર ધમકાવ્યો હતો.આ પ્રકારના દબાવના કારણે હું ડરીને મારી પત્ની અને બાળકો સાથે લંડન આવી ગયો છે.ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે આ પ્રકારની ધમકીઓના કારણે જ પૂનાવાલાને તાજેતરમાં કેન્દ્રીય સુરક્ષાદળની સુરક્ષા પૂરી પાડી છે.
પૂનાવાલાએ કહ્યુ હતુ કે, હું નક્કી કરેલા સમય કરતા વધારે સમય બ્રિટનમાં રોકાઈ રહ્યો છું.કારણકે હું ત્યાં જે સ્થિતિ છે તેમાં પાછો જવા નથી માંગતો, બધુ મારા ખભા પર આવી ગયુ છે અને હું એકલો આ કરી શકુ તેમ નથી.કારણકે દરેકની જરુરિયાત પૂરી થઈ શકે તેમ નથી.લોકોની અપેક્ષા અને તેમનો આક્રોશ અભૂતપૂર્વ છે.આ મારા માટે વધારે પડતુ છે.