સુરતમાં ડી-માર્ટમાં કામ કરતાં યુવકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

April 01, 2020

સુરતમાં 22 વર્ષીય એક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હડકંપ મચી ગયો હતો. તો ચોર્યાસી તાલુકામાં પણ એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અગાઉ પોરબંદરમાં 2 કેસ પોઝિટિવ નોંધાયા હતા. અને તે અગાઉ અમદાવાદમાં 8 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આમ ગુજરાતમાં હવે કોરોના પોઝિટિવનો કુલ આંકડો 86થઈ ગયો છે. તો સુરતમાં પોઝિટિવ કેસનો આંક 12 થઈ ગયો છે.

સુરતમાં નોંધાયેલ પોઝિટિવ કેસની વાત કરીએ તો, બામરોલીમાં રહેતાં 22 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કિસ્સો એવા યુવાનો આંચકા સમાન છે કે જેઓ સમજે છે કે યુવાનોને કોરોના ન થાય. આ યુવક પાંડેસરા ડી માર્ટમાં નોકરી કરો હતો. હાલ આ યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અને તે જ્યાં રહેતો હતો ત્યાં ડિસ ઈન્ફેક્શનની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તો ચોર્યાસી તાલુકામાં પણ એક 36 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

સુરતમાં કુલ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક વૃદ્ધનું મોત થયું છે તો એક યુવતી સ્વસ્થ થઈને ઘરે પરત પણ ફરી છે.