સ્ત્રીઓમાં હોર્મોનલ બદલાવને કારણે આવતી અશક્તિને દૂર કરવાના ઉપાયો

November 24, 2021

સ્ત્રીઓના હોર્મોન્સ બદલાતાં તેમના શરીરમાં ઘણી વાર વિટામિન્સ કે મિનરલ્સની કમી સર્જાતી હોય છે, આ કમીના કારણે થાક લાગવો, નબળાઈ લાગવી, અશક્તિ લાગવી જેવી સમસ્યા થાય છે. એવે સમયે વિટામિન્સ અને મિનરલ્સયુક્ત ખોરાક તો લેવો જ સાથે સાથે તરત અશક્તિ દૂર થાય તે માટે પણ અમુક પ્રયોગ કરવા જોઇએ, ચાલો તેને વિશે થોડું જાણી લઇએ.  

  • ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે. જેને અશક્તિ રહેતી હોય તેને ગાજરનો રસ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.  
  • જમ્યા પછી ત્રણ ચાર પાકાં કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે.  
  • એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી શક્તિ આવે છે ને લોહી વધે છે.  
  • ખજૂર ખાઈ, ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી, ઘા વાગ્યાથી કે ઘામાંથી પુષ્કળ લોહી વહી જવાથી આવેલી નબળા અને અશક્તિ દૂર થાય છે.  
  • રોજ સવારે અને રાત્રે સૂતી વખતે સાકર અને સોનામુખી સરખે ભાગે લઇ તેનું ચૂર્ણ બનાવી તેનું સેવન કરવાથી અશક્તિ દૂર થાય છે.  
  • સફેદ કાંદો ચોખ્ખા ઘીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઇ, ફેફસાંની નબળાઇ, ધાતુની નબળાઇ દૂર થાય છે.  
  • મોસંબીનો રસ પીવાથી પણ શરીરની નબળાઈ દૂર થાય છે.  
  • દૂધમાં બદામ, પિસ્તાં, એલચી, કેસર અને ખાંડ નાખી ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ આવે છે.  
  • ફણગાવેલા ચણા રોજ સવારે ખાવાથી પણ શરીર ખૂબ બળવાન બને છે.