પત્ની અને દીકરા સાથે સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આજમખાનને કોર્ટે કરી દીધા જેલભેગા

February 26, 2020

લખનૌ : યુપીના રામપુરના સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમખાનને પત્ની તંજીન ફાતિમા તથા પુત્ર અબ્દુલ્લા આઝમ સાથે હવે જેલમાં જવાનો વારો આવ્યો છે.

બુધવારે આઝમખાને પત્ની અને પુત્ર સાથે રામપુરની ખાસ કોર્ટમાં આત્મસમર્પણ કર્યુ હતુ. કોર્ટે ત્રણેને બે માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો  છે.

આઝમખાન પોતાના પુત્રના જન્મના પ્રમાણપત્ર બનાવવા સહિતના મામલમાં કોર્ટ સમક્ષ હાજર થયા હતા. 2017માં યોગી આદિત્યનાથની સરકાર બન્યા બાદ આઝમખાન અને તેમના પરિવાર સામે સંખ્યાબંધ કેસ કરવામાં આવ્યા હતા. આઝમખાન સામે હાલમાં 80 કરતા વધારે કેસ ચાલી રહ્યા છે. આ પૈકીના ઘણા કેસમાં કોર્ટે આપેલા આદેશ પછી પણ આઝમખાન હાજર રહ્યા નહોતા.