ઓન્ટેરિયોમાં કોવિડ -૧૯ના સેમ્પલો ટેસ્ટ માટે ૪૦૦૦ કિ.મી. દૂર મોકલવા પડે છે

October 11, 2020

  • ન્યુ જર્સી સ્થિત કવેસ્ટ ડાયગ્નોસ્ટીકસે કેનેડાથી આવેલા સેમ્પલ અંગે પૃષ્ટિ કરી

ટોરન્ટોઃ ઓન્ટેરિયોની સરકારે એ વાતની પુષ્ટી કરી હતી કે, તેમણે કોવિડ -૧૯ના ટેસ્ટીંગના સેમ્પલ્સ અમેરિકા મોકલવા પડશે. કેમ કે પ્રાંતની લેબોરેટરીઓમાં ટેસ્ટીંગનો ભરાવો થઈ ગયો હતો.  આરોગ્ય વિભાગના પ્રવકતાએ આ જાહેરાત પ્રિમીયર ડગ ફોર્ડના એવા નિવેદનના બીજા દિવસે કરી હતી. જેમાં તેમણે કહ્યુંં હતુ કે, હવે બીજા તબક્કામાં પ્રાંતમાં કોવિડ -૧૯ના ટેસ્ટીંગની લીમીટ પુરી થઈ ગઈ છે. ઓન્ટેરિયોની કોવિડ-૧૯ સામેની લડાઈમાં ટેસ્ટીંગ મહત્વનું હતું.

પ્રવકતાએ કહ્યુંં હતું કે, ઓન્ટેરિયોવાસીઓ એવી અપેક્ષાા રાખે છે કે ઝડપથી બધા કેસોની તપાસ થઈ જાય અને ફેલાવાને કાબુમાં લઈ શકાય. જેને માટે કવેસ્ટ ડાયગ્નોસ્ટીકસ જેવા થર્ડ પાર્ટી પ્રોવાઈડર્સની મદદ લઈ ટેસ્ટીંગના ટાર્ગેટને ઝડપથી પુરા કરવા પડશે. ન્યુ જર્સી સ્થિત કવેસ્ટ ડાયગ્નોસ્ટીકસ અમેરીકાની સૌથી મોટી ટેસ્ટીંગ ચેન છે અને પોતાની શાખાઓ મેકિસકો, આયરલેન્ડ અને ભારતમાં ધરાવે છે.  કેનેડામાં એમની કોઈ શાખા નથી. મીડિયાને મોકલેલા ઈમેઈલમા્ર કંપનીએ તેમની પાસે ઓન્ટેરિયોથી ટેસ્ટીંગ સેમ્પલ્સ આવ્યા હોવાની પુષ્ટી કરી હતી. જેમાં કેલિફોર્નયિાના સાન જુઆન કેપીસ્ટ્રાનોની લેબ.માં ૪૦૦૦ કી.મી. દૂરથી આવેલા સેમ્પલનો પણ સમાવેશ થાય છે.