શનિની વક્રી ગતિ:13 જુલાઈએ શનિ મકરમાં પ્રવેશ કરશે, ધન રાશિના લોકો ઉપર સાડાસાતી શરૂ થશે

July 06, 2022

13 જુલાઈના રોજ શનિ વક્રી રહીને એક રાશિ પાછળ આવી જશે. એટલે ફરીથી મકર રાશિમાં પ્રવેશ કરશે. જેથી અનેક લોકો ઉપર સાડાસાતી અને ઢૈયા શરૂ થશે. ત્યાં જ, થોડા લોકોને તેનાથી રાહત મળશે. હવે આખું વર્ષ શનિ મકર રાશિમાં જ રહેશે. તે પછી 17 જાન્યુઆરી 2023ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

જ્યોતિષાચાર્ય જણાવે છે કે મકર રાશિમાં શનિના આવવાથી ધન રાશિના લોકો ઉપર ફરીથી સાડાસાતી શરૂ થઈ જશે અને મીન રાશિના લોકોને તેનાથી રાહત મળશે. ધન રાશિના લોકો ઉપર સાડાસાતીનું છેલ્લું ચરણ છે એટલે આખું વર્ષ શનિ ગ્રહનું શુભ ફળ મળશે. ત્યાં જ, મકર અને કુંભ રાશિના લોકો ઉપર પણ શનિની સાડાસાતી રહેશે. આ બંને રાશિઓના લોકોએ નોકરી, બિઝનેસ અને સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે.

વર્તમાનમાં કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો ઉપર શનિની ઢૈયા ચાલી રહી છે. શનિના મકર રાશિમાં આવતા જ મિથુન અને તુલા રાશિ ઉપર શનિની ઢૈયા શરૂ થઈ જશે. એટલે મિથુન રાશિના લોકો માટે ગોચર કુંડળીમાં શનિ અષ્ઠમ ભાવમાં આવી જશે અને તુલા રાશિના લોકો ઉપર શનિની વક્રી દૃષ્ટિ રહેશે. આ કારણે આ 2 રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે.

મકર રાશિમાં શનિના આવી જવાથી કર્ક રાશિના લોકો ઉપર શનિની સીધી દૃષ્ટિ રહેશે. જોકે, તેનાથી કર્ક રાશિના લોકો માટે સમય મિશ્રિત રહેશે, પરંતુ તુલા રાશિ ઉપર શનિની વક્રી દૃષ્ટિ રહેવાથી આ રાશિના લોકોના કામકાજમાં વિઘ્ન આવી શકે છે. ધનહાનિ અને દોડભાગના પણ યોગ બનશે. મહેનત પણ વધારે રહેશે. ત્યાં જ, મીન રાશિના લોકો ઉપર શનિની ત્રીજી દૃષ્ટિ પણ રહેશે, પરંતુ તેનો કોઈ ખાસ અશુભ પ્રભાવ પડશે નહીં.

શનિના રાશિ બદલવાથી અનેક લોકો ગ્રહની શુભ-અશુભ અસરથી પ્રભાવિત થશે. શનિના રાશિ પરિવર્તનની અસર ખાસ કરીને ધન, મકર, કુંભ, મીન, મિથુન, કર્ક અને તુલા રાશિના લોકો ઉપર પડશે. શનિના કારણે આ 7 રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. આ સિવાય શનિદેવ અન્ય 5 રાશિ એટલે કે મેષ, વૃષભ, સિંહ, કન્યા અને વૃશ્ચિક જાતકોને પણ કોઈને કોઈ રીતે પ્રભાવિત કરશે. આ કારણે અશુભ અસરથી બચવા માટે શનિદેવ સાથે જોડાયેલાં ઉપાય કરવા જોઈએ. જેમાં મંદિર જઇને તેલ ચઢાવવું, દીવો પ્રગટાવવો, શનિ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન અને મંત્રજાપ સામેલ છે.