ઇટાલીમાં 7 મહિના પછી શાળા ખૂલી

September 15, 2020

રોમ : ઇટાલીમાં 7 મહિના પછી   ફરીવાર શાળા શરૂ થઈ. પ્રથમ દિવસે રાજધાની રોમ અને કોડોગ્રોની શાળામાં રોનક જોવા મળી. તમામ બાળકો માસ્ક પહેરીને શાળાએ આવ્યા હતા. તમામે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું. પ્રથમ દિવસે શિક્ષકોએ બાળકોનું સ્વાગત કર્યું.

મોટાભાગની શાળાઓએ ખુલ્લામાં વર્ગ લીધા હતા. ઇટાલીમાં કોરોનાને કારણે ફેબ્રુઆરીથી શાળા બંધ કરી દેવાઈ હતી. આથી લગભગ 80 લાખ બાળકોએ તેમનો સમય લૉકડાઉનમાં ગાળવો પડ્યો હતો.