હાથમાંથી લોહી નીકળ્યું હોવા છતાં સિરાજે બોલિંગ કરીને વિકેટ ઝડપી

November 18, 2021

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે બુધવારે રમાયેલી પ્રથમ T-20 મેચમાં બોલિંગ દરમિયાન મોહમ્મદ સિરાજ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાને પગલે તેમના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. પછીથી મેદાન પર ફિઝિયોને બોલાવવામાં આવ્યા હતા.

ન્યુઝીલેન્ડની ઈનિંગની અંતિમ ઓવરમાં આ ઘટના ઘટી. થોડીવાર પછી જ્યારે સિરાજ બીજી વખત બોલિંગ કરવા તૈયાર થયા તો સ્ટેડિયમમાં ફેન્સ તેમનો ખૂબ જ ઉત્સાહ વધાર્યો. તે પટ્ટી બાંધીને બોલિંગ કરતા જોવા મળ્યાં હતા.

ઓવરના પાંચમાં બોલે તેણે રચિન રવિન્દ્રની વિકેટ પણ લીધી. સિરાજની ઈજાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.