સખત ઠંડીને કારણે કેલગેરીમાં સ્કી-હિલ્સ બંધ કરાયા

January 10, 2022

  • સપ્તાહના અંતે ઉષ્ણતામાનનો પારો -40 સે. સુધી ઉતરી પડે એવી શક્યતા 
  • વાતાવરણમાં વિસમતાને કારણે પ્રદેશમાં વીજળીનો વપરાશ પણ વધ્યો
ઓન્ટેરિયો: આખા દેશમાં રજાના દિવસો જાહેર થયા છે ત્યારે કેલગેરીના લોકો સપ્તાહના અંતની મોજ માણવાની આશા રાખી રહ્યા છે. પરંતુ હવામાન ખાતાની આગાહીમાં જણાવ્યા મુજબ કેલગેરી સખત ઠંડીના હવામાનમાં જકડાઈ રહેશે. રાજ્યમાં પાવરનો વપરાશ અસાધારણ રીતે ઝડપથી વધી રહ્યો છે. આ વિસ્તારમાં સામાન્ય તાપમાન કરતા ક્રિસમસના દિવસે ઉષ્ણતામાનનો પારો -2 સે. રહ્યો હતો. જયારે અન્ય શહેરોમાં ઉષ્ણતામાનનો પારો સામાન્ય સપાટીએ રહેતા લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો. કેલગેરીમાં -20 સે. ઉષ્ણતામાનની સાથે-સાથે સખત ફૂંકાઈ રહેલા પવનોને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. એન્વાયરમેન્ટ કેનેડાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, કેલગેરી અને અલ્બર્ટાના મોટાભાગના વિસ્તારોમાં અત્યંત ઠંડુ હવામાન રહેશે. જયારે હિન્ટન ગ્રાન્ડ કેચની દક્ષિણે આવેલા વિન્સ્ટન લૅક્સમાં હવામાન સામાન્ય રહેશે. ચેતવણીમાં જણાવવામાં આવ્યું હતું કે, ઠંડા પવનો વધુ કાતિલ બનશે અને સપ્તાહના અંતે ઉષ્ણતામાનનો પારો -40 સે. સુધી ઉતરી પડે એવી શક્યતા છે.
એન્વાયોરેનમેન્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ કેનેડાના હવામાન શાસ્ત્રી સારા હોપમેને જણાવ્યું હતું કે, નબળી અને વાંકી-ચોંકી જેટ સિસ્ટમ તથા આર્કીટીકની બરફની હારમાળાઓ પરથી ઠંડા પવનો ફૂંકાતા અલ્બર્ટામાં ઠંડીનું પ્રમાણ વધશે. હોપમેને જણાવ્યું હતું કે 30 કી.મી.ની ઝડપે ફૂંકાતા પવનો સંકેત આપે છે કે શહેરમાં હજુ ઠંડી પહોંચી નથી.
ઠંડી હવાના વાદળો દક્ષિણના વાતાવરણમાં સ્થિર થયા છે. તેથી તેના સંપર્કમાં આવતી હવાને કારણે ઉષ્ણતામાન વધશે અને ભારે પવનો ફૂંકાશે. કાંતિલ ઠંડીને કારણે કેલગેરી વિસ્તારમાં વીજળીના વપરાશનું પ્રમાણ ભારે ઉંચકાયું છે. તેના પરિણામે પરિસ્થિતિ વણસે નહીં તે માટે સ્નો-હિલ્સ બંધ કરી દેવામાં આવી છે. વિન્સ સ્પોર્ટ્સે એના કેનેડા ઓલમ્પિક પાર્ક ખાતે આવેલા સ્નો અને સ્કી બોર્ડ હિલ્સ સપ્તાહના અંત સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. એક અખબારી યાદીમાં તેમણે જણાવ્યું હતું કે, શુક્રવારે સ્નો-હિલ્સ અને સ્કી-બોર્ડ બંધ રાખવામાં આવશે.