194 રન પર શ્રીલંકાની છઠ્ઠી વિકેટ પડી, દિપકે વાણિન્દુને ક્લિન બોલ્ડ કર્યો; ચહલે 3 તથા દિપકે 2 વિકેટ લીધી

July 20, 2021

કોલંબો : શ્રીલંકાએ ઈન્ડિયા સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અત્યારે શ્રીલંકન ટીમના ચારિથ અસલાંકા અને ચેમિકા કરુણારત્ને બેટિંગ કરી રહ્યા છે. ટીમે 6 વિકેટના નુકસાન પર 190+ રન બનાવ્યા છે. ભુવનેશ્વર કુમારે 513 ઓવર પછી વનડેમાં નો બોલ નાખ્યો હતો. ઈન્ડિયન ટીમે પહેલી વનડે જીતીને સિરીઝમાં 1-0થી લિડ મેળવી લીધી છે, જો ઈન્ડિયા આ સિરીઝ જીતી જશે તો શ્રીલંકા સામે એની સતત 10મી સિરીઝ જીત હશે. ઈન્ડિયન ટીમ 2005/06થી શ્રીલંકા સામે 9 સિરીઝ જીતી ચૂકી છે.