સૂર્યકુમાર, ઇશાન કિશન ભારતની ટી-20 ટીમમાં સામેલ
February 21, 2021

બીસીસીઆઇએ ઇંગ્લેન્ડ સામે માર્ચમાં રમાનારી પાંચ ટી૨૦ મેચની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે જેમાં સ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ તથા ઝારખંડના સુકાની ઇશાન કિશનનો પ્રથમ વખત ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રસપ્રદ બાબત એ છે કે કિશને શનિવારે જ વિજય હઝારે ટ્રોફીમાં ૯૪ બોલમં ૧૭૩ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ ઉપરાંત પેસ બોલર ભુવનેશ્વર કુમાર તથા વરુણ ચક્રવર્તીનું પણ ટીમમાં પુનરાગમન થયું છે. જસપ્રીત બુમરાહને આરામ અપાયો છે. વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસન તથા ઓપનર મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન અપાયું નથી. મનીષ પાંડે ઇજાગ્રસ્ત હોવાના કારણે તેના નામ ઉપર ચર્ચા થઇ નહોતી.
ભારતની ટી૨૦ ટીમ
વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ર્હાિદક પંડયા, રિષભ પંત, ઇશાન કિશન, યુજવેન્દ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તિવાટિયા, ટી. નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર.
ઇંગ્લેન્ડના પ્રવાસ ઉપર IPLની અસર પડશે નહીં : પૂજારા
ભારતની ટેસ્ટ ટીમના ત્રીજા ક્રમાંકિત બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડના આગામી પ્રવાસ તથા કાઉન્ટી ક્રિકેટમાં મારા રમવા ઉપર આઇપીએલની કોઇ અસર પડશે નહીં. તાજેતરમાં જ ચેન્નઇ સુપર કિંગ્સે પૂજારાને ૫૦ લાખ રૂપિયાની રકમ સાથે ખરીદ્યો હતો. આઇપીએલનો હિસ્સો બનવાનો મને આનંદ છે અને ટી૨૦ ક્રિકેટમાં પાછા ફરવાની બાબત ઘણી સારી લાગે છે. આઇપીએલ પૂરી થયા બાદ પણ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી રમતા પહેલાં મારી પાસે સમય રહેશે. આ દરમિયાન હું કેટલીક કાઉન્ટી મેચો રમવાનો પ્રયાસ કરીશ. તેમ છતાં આઇપીએલ પૂરી થયા બાદ સ્થિતિને ધ્યાનમાં રાખીને હું નિર્ણય લઇશ.
Related Articles
બુમરાહે લગ્ન કરવા માટે ક્રિકેટમાંથી લીધો બ્રેક
બુમરાહે લગ્ન કરવા માટે ક્રિકેટમાંથી લીધો...
Mar 03, 2021
વિરાટ કોહલીએ કહ્યું- ટેસ્ટ ક્રિકેટમાં મેચ 5 દિવસ ચાલે એ માટે રમીએ છીએ કે ગેમ જીતવા માટે?
વિરાટ કોહલીએ કહ્યું- ટેસ્ટ ક્રિકેટમાં મે...
Mar 03, 2021
વિરાટ કોહલી બન્યો ઈન્સ્ટાગ્રામ 100 મિલિયન ફોલોઅર્સ ધરાવતો એક માત્ર એશિયાઈ ક્રિકેટર
વિરાટ કોહલી બન્યો ઈન્સ્ટાગ્રામ 100 મિલિય...
Mar 02, 2021
જાણો ક્યારે મેદાનમાં ઉતરશે MS Dhoni, CSK મેનેજમેન્ટે કરી મોટી જાહેરાત
જાણો ક્યારે મેદાનમાં ઉતરશે MS Dhoni, CSK...
Mar 02, 2021
ચોથી ટેસ્ટમાં પણ ટર્નિંગ પિચ સંભવ: ઇંગ્લેન્ડની કસોટી
ચોથી ટેસ્ટમાં પણ ટર્નિંગ પિચ સંભવ: ઇંગ્લ...
Mar 02, 2021
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ટી-20 સિરીઝમાંથી બહાર થઈ શકે છે આ મિસ્ટ્રી સ્પિનર
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ટી-20 સિરીઝમાંથ...
Mar 01, 2021
Trending NEWS
.jpg)
03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021