21 વર્ષની ફેમસ મોડલ અને અભિનેત્રીનું જન્મદિવસે જ મોત

May 13, 2022

બોલિવુડ હોય કે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં મોડલ અને અભિનેત્રીઓના મોતના સમાચાર આવતા જ હોય છે. ત્યારે મલ્યાલી મોડલ સહાનાને લઈને એક માઠા સમાચાર મળી રહ્યા છે. સહાનાનો 12 મે 2022ના રોજ પોતાનો 21મો જન્મદિવસ મનાવ્યો. પરંતુ કોણે ખબર હતી કે આ જન્મદિન તેના અને પરિવાર માટે આખરો બની જશે. 13 મેની સાંજે 1 વાગે તેના પરિવારજનોને સહાનાના મૃત્યું વિશે ખબર પડી હતી.


સહાનાની માતાએ સજ્જાદ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેમની પુત્રી ક્યારેય સુસાઈડ કરી શકે નહીં. છેલ્લા કેટલાંક સમયથી સજ્જાદ અને તેનો પરિવાર સહાનાને પરેશાન કરી રહ્યો હતો. સહાનાની માતાને સમગ્ર ઘટનાની ખબર પડતા તેણે અલગ રહેવાની સલાહ આપી હતી પરંતુ અલગ રહેવા છતાં સજ્જાદ સહાનાના રૂપિયા માટે હેરાન પરેશાન કરતો હતો. સહાનાની માતાએ જણાવ્યું છે કે સજ્જાદે જ મારી પુત્રીની હત્યા કરી છે.


સહાનાની માતાના જણાવ્યા અનુસાર સહાના પોતાના જન્મદિવસે પરિવારજનોને મળવા માંગતી હતી પરંતુ સજ્જાદે તેના ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. સહાના ઘણા જ્વેલરી એડ્સમાં કામ કરી ચૂકીહતી અને દોઢ વર્ષ પહેલા જ તેણા લગ્ન થયા હતા. એક અઠવાડિયા પહેલા જ સહાનાની માતાની સલાહ પર બન્ને પોતાના પરિવારથી અલગ થઈને એક ભાડાના મકાનમાં શિફ્ટ થયા હતા. પાડોશીઓના મતે સજ્જાદની બૂમોનો અવાજ આવ્યો. જ્યારે તે જોવા ગયા તો તેમણે જોયું કે સહાના કંઈ પણ પ્રતિક્રિયા આપી રહી નથી. પાડોશીઓના કહેવા પર સજ્જાદે પોલીસને સૂચના આપી હતી.