કૃષિ કાયદામાં હતી ક્રાંતિકારી પરિવર્તન લાવવાની ક્ષમતા -કૃષિ મંત્રી તોમર

November 27, 2021

નવી દિલ્હીઃ  કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરએ કૃષિ કાયદાને પરત લેવાના નિર્ણય બાજ કહ્યુ- પીએમ સંસદમાંથી પાસ થયેલા ત્રણ બિલ લાવ્યા હતા. તેનાથી કિસાનોને ફાયદો થાત, આ કાયદો લાવવા પાછળ કિસાનોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનો પીએમનો સ્પષ્ટ ઇરાદો હતો, પરંતુ મને દુખ છે કે અમે દેશના કેટલાક કિસાનોને આ નવા કૃષિ કાયદાના લાભ જણાવવામાં નિષ્ફળ રહ્યા. 


કૃષિ મંત્રીએ આગળ કહ્યુ- દેશ તે વાતનો સાક્ષી છે કે જ્યારથી પીએમ મોદીએ 2014માં સરકારની કમાન પોતાના હાથમાં લીધી છે, તેમની સરકારની પ્રતિબદ્ધતા કિસાનો અને કૃષિ માટે રહી છે. પરિણામસ્વરૂપ તમે જોયું હશે કે છેલ્લા 7 વર્ષોમાં કૃષિને લાભ પહોંચાડતી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે.


કેન્દ્રીય કૃષિ મંત્રીએ આગળ કહ્યુ કે, કેન્દ્ર સરકારે હંમેશા કિસાનોના કલ્યાણ માટે કાર્ય કર્યું છે. ઘણી જગ્યાએ તેનો ફાયદો પણ જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે, અનેક કિસાનોને તેનો ફાયદો મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી ઈચ્છે છે કે આપણા દેશમાં કિસાનો માટે તે પ્રતિબંધો છે તેનો ખોલવામાં આવે. તેથી અમે કૃષિ કાયદો લઈને આવ્યા હતા. પરંતુ અમે આ કાયદાને કેટલાક કિસાનોને સમજાવવામાં સફળ રહ્યાં નહીં અને તેને રદ્દ કરવા પડ્યા.