BJP નેતાઓનાં વાણી-વર્તન એક નથી

March 02, 2020

મુંબઇ : શિવસેનાએ ફરી એકવાર ભાજપ પર નિશાન તાકતાં લખ્યું કે ભાજપના સ્થાનિક નેતાઓનાં વાણી અને વર્તન વચ્ચે કોઇ સમાનતા નથી.

મહારાષ્ટ્રમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અને ચંદ્રકાંત પાટિલ દ્વારા થઇ રહેલી કામગીરીની શિવસેનાએ આકરી ટીકા કરી હતી.

તાજેતરમાં ચંદ્રકાંત પાટિલ ઔરંગાબાદની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે એવી માગણી કરી હતી કે આ શહેરનું નામ બદલીને સંભાજીનગર કરવું જોઇએ. એ વિશે સામનાના અગ્રલેખમાં જણાવાયું હતું કે સત્તા ગુમાવ્યા  પછી હવે ભાજપને છત્રપતિ શિવાજી અને એમના વારસદારો યાદ આવ્યા છે. ભાજપ પાંચ વર્ષ  મહારાષ્ટ્રમાં સત્તા પર હતો ત્યારે એ લોકોને આ વાત યાદ આવી નહોતી.