અંતરિક્ષમાં રિચર્સ માટે સેક્સ ટોય મોકલશે આ દેશ, બે કંપનીઓ વચ્ચે થયો કરાર

July 24, 2021

ન્યૂ યોર્ક ઃ માણસોના અંતરિક્ષમાં જવાના સમાચારો વિશે તમે ઘણું સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે હવે સેક્સ ટોય પણ અવકાશમાં મોકલવામાં આવશે. હા, જાપાનની એક કંપનીએ આ કરવાનું નક્કી કર્યું છે. એક જાપાની વયસ્ક ફર્મ એ શોધવાની કોશીશમાં છે કે સેક્સ ટોય સ્પેસફ્લાઇટ દરમિયાન અને શૂન્ય ગુરુત્વાકર્ષણ દરમિયાન કેવી રીતે કામ કરે છે. સેક્સ ટોયને અંતરિક્ષમાં મોકલવા માટે આવા ઉત્પાદનના નિર્માતા-ડિઝાઇનર TENGA અને સિવિલિયન સ્પેસક્રાફ્ટ કંપની ઇન્ટરસ્ટેલર ટેક્નોલોજીસ ઇન્કની વચ્ચે સમજૂતી થઈ છે.
‘TENGA રોકેટ’ આવતા મહિને ઉત્તરી જાપાનના હોક્કાઇડો સ્પેસપોર્ટથી હવામાનની સ્થિતિના આધારે ઉપડશે અને 62 માઇલની ઉંચાઇએ પહોંચશે. મોટા લાલ રોકેટમાં ખાસ સુધારેલ TENGA કપ સાધન હશે, આ પેઢીનો દાવાઓ છે કે, આ અવકાશમાં અનુભવ કરવામાં આવતી પરિસ્થિતિઓ પર ડેટા સંગ્રહ કરશે.
બોર્ડમાં બે ક્યૂટ એક્શન ફિગર પણ હશે – એક ટ્રાંસફોર્મિંગ ‘ટેંગા રોબો’ અને એક ‘એગ ડોગ’, જે બ્રાન્ડના બે લોકપ્રિય હસ્તમૈથુન સ્લીવ્ઝ પ્રોડક્ટ્સ છે. આ પરિયોજનાના સમર્થકોના 1000 મેસેજને પણ અંતરિક્ષમાં લઈ જશે જેમણે ક્રાઉડફંડિંગ સાઈટ કેમ્પફાયરના માધ્યમથી 1,833,680(£12,000)નું ફંડ જમા કર્યું છે જેથી અંતરિક્ષમાં મોકલી શકાય.
TENGA પ્રમુખ કોઇચી માત્સુમોતોએ કહ્યું કે, ટેન્ગા રોકેટ પ્રોજેક્ટના સમર્થકો અને પ્રશંસકોના પ્રેમ અને સ્વતંત્રતાનો સંદેશ અવકાશ સુધી પહોંચાડશે. તેમણે કહ્યું, કંપનીની સ્થાપના થઈ ત્યારથી, હું દ્રઢપણે માનું છું કે, અવકાશમાં ટેન્ગાની એક મોટી જરૂરિયાત રહેશે.