બ્રહ્માંડમાં નવ સૂર્યની બરાબર એવી ભયંકર અથડામણ થઇ કે પૃથ્વીને પણ આંચકા લાગ્યા

September 15, 2020

અમદાવાદ  : કલ્પના કરો કે નવ સૂર્ય પોતાની ઉર્જાની સાથે છોડી દે તો શું થશે! આવી ઘટના આપણા બ્રહ્માંડમાં બની હતી અને તેની આંચ આપણી પૃથ્વીને પણ મહેસૂસ થઇ. આ ગરમી એક તીર્વ ઉર્જા તરંગ અથવા ‘ગ્રેવિટેશનલ વેવ’ તરીકે આવી હતી, જે બે મોટા બ્લેક હોલ્સના મહાવિલયથી ઉત્પન્ન થઇ. આ ઘટનાના સિગ્નલે પૃથ્વી પર પહોંચવા માટે સાત અબજ વર્ષની સફર પૂરી કરી.

અબજો વર્ષોની મુસાફરી કરવા છતાં આ સિગ્નલ એટલા શક્તિશાળી હતા કે ગયા વર્ષે યુ.એસ. અને ઇટાલીમાં તૈનાત લેઝર ડિટેક્ટર હલી ગયા. આ ઘટના ગયા વર્ષે 21 મેના રોજ બની હતી જેનો વિસ્તૃત રિસર્ચ રિપોર્ટ તાજેતરકમાં સામે આવ્યો. સંશોધનકારોનું કહેવનું છે કે બે બ્લેક હોલ્સના મર્જરથી એક મોટો બ્લેક હોલ બન્યો, જેનું દ્રવ્યમાન સૂર્ય કરતા 142 ગણું વધુ હતું.

અથડામણ દરમ્યાન લગભગ નવ સૂર્યની સમકક્ષ ઉર્જામાં બદલાય ગઈ. ધ્યાનમાં રાખો કે બ્લેક હોલ અવકાશનું એક એવું ક્ષેત્ર છે જ્યાં ગુરુત્વાકર્ષણ પુલ એટલું મજબૂત હોય છે કે તેમાંથી કોઈ વસ્તુ બહાર જઇ શકતી નથી, પ્રકાશ પણ નહીં. બ્લેક હોલ મોટા તારના મધ્ય ભાગના પડી જવાથી બને છે. કેટલાક બ્લેક હોલ્સનું દ્રવ્યમાન સૂર્યથી અબજો ગણો વધુ હોય છે.

ચક્રાકાર બ્લેક હોલ એકબીજા સાથે વિલય દરમ્યાન ગુરુત્વાકર્ષણ વેવ પેદા કરે છે. ગ્રેવિટેશનલ વેવ અંતરિક્ષમાં હલચલ કરનાર અદ્રશ્ય અને તીવ્ર લહેર છે, જે પ્રચંડ બ્રહ્માંડીય ઘટનાઓથી જન્મ લે છે. આ પ્રકાશની ગતિથિ આગળ વધે છે. જે સ્ત્રોતોથી તેને ડિટેક્ટ કરી શકાય છે તેમાં બ્લેક હોલ્સના મર્જરની ઘટનાઓ અને ‘ન્યૂટ્રોન’ તાર સામેલ છે. તેમણે પ્રત્યક્ષ ડિટેકટ કરવાની ટેકનોલોજીને વિકસિત કરવામાં કેટલાંય દાયકા લાગે.

ગ્રેવિટેશનલ વેવને ડિટેકટ કરવા માટે અમેરિકામાં લિગો અને ઇટલીમાં વર્ગો ડિટેકટર તૈનાત છે. બંનેની મદદથી જ આ વિરાટ બ્લેક હોલની શોધ થઇ છે. લિગો અને વર્ગોના લેસર ઇન્ટરફેરોમીટર સાધનો અંતરિક્ષમાં એ સ્પંદનોને સાંભળે છે જે મોટી કોસ્મિક ઘટનાઓમાંથી ઉત્પન્ન થાય છે. 21 મે 2019 ના રોજ તેમણે એક ઝડપી સિગ્નલ રેકોર્ડ કર્યા, જેનો સમયગાળો એક સેકન્ડના દસમા ભાગની બરાબર હતો.

કોમ્પ્યુટર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું કે સૂર્ય કરતા 85 ગણો મોટો બ્લેક હોલ સૂર્ય કરતા 66 ગણા મોટા બ્લેક હોલમાં ભળી ગયો તો આ લહેર એટલે કે તરંગ બન્યા. બે મોટા બ્લેક હોલનું મર્જર આશ્ચર્યજનક છે પરંતુ આ મર્જરમાં સૂર્ય કરતા 85 ગણો વધારે દ્રવ્યમાનવાળા બ્લેક હોલનું સામેલ થવું આશ્ચર્યજનક છે કારણ કે ભૌતિકશાસ્ત્રના વર્તમાન જ્ઞાનથી સમજવું મુશ્કેલ છે. ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે સૂર્યથી 65 થી 130 ગણા મોટા તારા ‘પેયર ઇનસ્ટેબિલિટી’ નામની પ્રક્રિયામાંથી પસાર થાય છે, જેના પરિણામે તારો વિખેરાઇ જાય છે અને કશું જ બચતું નથી. મહાવિલયમાં સૂર્યનું 85 ગણા વજનવાળો સુપર બ્લેક હોલ પણ આ કેટેગરીમાં આવે છે. સવાલ એ છે કે જો તે કોઈ વિશાળ તારાના પડવાથી બન્યો નથી તો પછી આ કેવી રીતે બન્યું?

આ અધ્યયનના સહ-લેખક સૂસન સ્કોટનું કહેવું છે કે બ્લેક હોલ બ્રહ્માંડના વેક્યૂમ ક્લીનરની જેવું છે. તે પોતાના રસ્તામાં આવતી બધી જ વસ્તુઓને હજર કરી જાય છે, જેમાં તારા અને ગેસના વાદળ સામેલ છે. આ પ્રક્રિયામાં સૌથી મોટા બ્લેક હોલને પણ ગળી જાય છે. આ પ્રક્રિયામાં મોટા-મોટા બ્લેકહોલનું નિર્માણ શકય છે. અશકય છે કે 85 સૌર-દ્રવ્યમાનવાળા બ્લેક હોલ પણ કંઇક આ રીતે જ બન્યા હોય. બે બ્લેક હોલનું મર્જર જે સમયે થયું તે સમયે બ્રહ્માંડની ઉંમર અંદાજે સાત અબજ વર્ષ જેટલી હતી જો કે તેની વર્તમાન ઉંમરના લગભગ અડધી છે. તેમના મર્જરથી 142 સૌર-દ્રવ્યમાનવાળા વિરાટ બ્લેક હોલ બન્યા. ગ્રેવિટેશનલ વેવના પર્યવેક્ષણો દરમ્યાન જાણવા મળ્યું કે આ અત્યાર સુધીનો સૌથી મોટો બ્લેક હોલ છે. 100 થી 100000 સૌરદ્રવ્યમાનવાળા બ્લેક હોલ ‘ઇંટરમીડિયેટ માસ બ્લેક બોલ’ કહેવાય છે. આ બ્લેક હોલ આકાશગંગાઓની વચ્ચે આવેલ ‘સુપરમેસિવ’ બ્લેક હોલ્સથી હળવો હોય છે. આપણી મિલ્કી-વે આકાશ ગંગામાં પણ એક સુપરમેસિવ બ્લેક હોલ છે.