વિશ્વજગતના સૌથી મોટા ટેક્નોલોજી સોદા ટ્વિટર-મસ્ક ડીલ ખોરંભે ચઢી

May 13, 2022

દિલ્હી- વિશ્વજગતના સૌથી મોટા ટેક્નોલોજી સોદા ટ્વિટર-મસ્ક ડીલ ખોરંભે ચઢી છે. ટ્વિટરના સ્પામ અને ફેક એકાઉન્ટની અપૂરતી માહિતીને કારણે આ સોદો કાર્યકારી ધોરણે અટકાવવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત ખુદ એલોન મસ્કે કરી છે.

ટ્વિટરને ખરીદવા માટેની ઓફર કરનાર એલોન મસ્કે કહ્યું ટ્વિટરના કુલ 22.9 કરોડ યુઝર્સમાં કેટલાક નકામા ખોટા, સ્પામ એકાઉન્ટ અંગે ચોક્કસ માહિતી મળે નહિ ત્યાં સુધી આ સોદો મુલતવી રાખવામાં આવ્યો છે. ટ્વિટરના આધિકારીક નિવેદન અનુસાર તેમના કુલ યુઝર્સમાં આ પ્રકારના ફેક એકાઉન્ટ 5% જ છે. એલોન મસ્કે અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે મારી સૌથી મોટી જરૂરિયાત ટ્વિટરના ખોટા સ્પામ એકાઉન્ટને બંધ કરવાની છે અને "spam bots"ને
પ્લેટફોર્મ પરથી દૂર કરવાની છે.