વસ્તુઓ મુશ્કેલ બનતી જાય છે પરંતુ આ પણ સમય પસાર થઇ જશેઃ ભૂમિ

May 18, 2021

બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર અત્યારે કોરોના સામેની જંગમાં હિમ્મતથી લડી રહી છે. ભૂમિ તમામ પ્રકારે લોકોની મદદમાં જોડાયેલી છે. આ વચ્ચે 30 એપ્રિલ બાદ ભૂમિએ પહેલીવાર હવે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેની સાથે તેણીએ એક સ્માઇલ કરતી તસવીર પણ શેર કરી છે. ભૂમિ પેડનેકરે સ્માઇલ સાથે તસવીર શેર કરી છે. આ તસવીરમાં ભૂમિએ પીળા રંગનું ટોપ પહેર્યું છે અને સ્માઇલ કરતા નજરે પડે છે. ભૂમિની આ પોસ્ટને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને લાઇક્સ અને કમેન્ટનો વરસાદ થયો છે. ભૂમિએ પોતાની તસવીર સાથે એક મોટિવેશનલ કેપ્શન લખી છે કે, વસ્તુઓ મુશ્કેલ થતી જાય છે પરંતુ આ પણ પસાર થઇ જશે. તેને એક વર્ષ થઇ ગયું છે, તો આવામાં કંઇક 'હેશટેગમન્ડેમોટિવેશન'. તમને જણાવી દઇએ કે ભૂમિએ કોવિડમાં બે નજીકના વ્યક્તિઓને ગૂમાવ્યા છે. તેણીએ ટ્વિટ લખીને આ વાતની જાણકારી આપી હતી.