ટ્રેનના પૈડા નીચે ફસાયેલા યાત્રિકોને સાથીઓએ બચાવ્યા, પોતાનું દર્દ ભુલીને બીજાની મદદ કરવા દોડ્યા

January 14, 2022

જલપાઈગુડીમાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. ત્યારે આ ઘટનાના કેટલાંક વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં યાત્રી એકબીજાની મદદ કરતા જોવા મળે છે. રેસ્ક્યૂ ટીમ પણ સતત બચાવ કાર્યમાં વ્યસ્ત છે.

દુર્ઘટનાનો એક વીડિયો રુંવાડા ઊભો કરી દેતો છે, જેમાં ટ્રેનના પૈડા નીચે ફસાયેલા એક યાત્રિકને બીજા યાત્રિક ખેંચીને બહાર કાઢી રહ્યાં છે. જે બાદ પણ એક યાત્રિક ફસાયેલો રહે છે. રિપોટ્સ મુજબ ડબ્બામાં ફસાયેલા યાત્રિકોને બચાવવા માટે ગેસ કટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો.

એક અન્ય વીડિયોમાં રેસ્ક્યૂ ટીમનો એક મેમ્બર ડબ્બા પર જોવા મળ્યો. આ ઉપરાંત અનેક યાત્રી પણ બારી અને દરવાજાના રસ્તે લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. ટ્રેનના મોટા ભાગના યાત્રી દુર્ઘટનાની જગ્યાએ પોતાના સામાનની સાથે બેઠેલા જોવા મળ્યા. વીડિયોમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ દેખાયા.