તાજમહેલની ટુર કરાવનાર ગાઈડને ટ્રમ્પે ખુશ થઈને આપી ગિફ્ટ

February 25, 2020

નવી દિલ્હી : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પને તાજમહેલની ટુર કરાવનાર ગાઈડથી ટ્રમ્પ બહુ ખુશ થયા હતા. 

હવે એવુ પણ જાણવા મળ્યુ છે કે, ટ્રમ્પે ગાઈડ નીતિનને ખુશ થઈને એક વિશેષ પ્રકારની ગિફ્ટ આપી છે.

ટ્રમ્પે તાજમહેલની ટુર દરમિયાન ગાઈડ નીતિન સિંહને સાત જેટલા સવાલ પૂછ્યા હતા. તમામ સવાલના જવાબમાં નીતિને બહુ સચોટ જાણકારી આપી હતી. ટ્રમ્પે પૂછ્યુ હતુ કે, તાજમહેલ કોણે બનાવ્યો હતો. 

કારીગરો ક્યાથી આવ્યા હતા, શાહજહાંને તાજમહેલમાં ક્યાં કેદ કરાયો હતો, આટલો માર્બલ ક્યાંતી આવ્યો હતો,  તાજમહેલમાં શું બદલાવ આવ્યા છે, તાજમહેલ સુધી પાણી પહોંચાડતી ચેનલો શાહજહાંના સમયમાં જ બની હતી કે બાદમાં ટ્રમ્પે તાજ મહેલ પર દેખાતી પેઈન્ટિંગ જેવી કલાકૃતિ અંગે પૂછતા નીતિને કહ્યુ હતુ કે, આ પેઈન્ટિંગ નથી પણ તેને પચ્ચીકારી કહેવામાં આવે છે જેમાં માર્બલ પર કિંમતી પથ્થરો જડેલા છે.