મહારાષ્ટ્રમાં 'બેકાબૂ' કોરોના: CM ઉધ્ધવનો મોટો નિર્ણય, તમામ પ્રકારના કાર્યક્રમો પર પ્રતિબંધ

February 22, 2021

મુંબઇઃ મહારાષ્ટ્રમાં, સરકાર, ધાર્મિક અને રાજકીય, સામાજિક કાર્યક્રમો સહિતના તમામ જાહેર કાર્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે તેની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કોરોના વાયરસના વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે રાજ્યમાં એક જ દિવસમાં 6971 કેસ નોંધાયા છે જ્યારે મુંબઇમાં 850 લોકો સંક્રમિત થયા છે. ઉદ્ધવ ઠાકરેએ તમામ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મુકતા કહ્યું હતું કે "પાર્ટીનો ફેલાવો કરીએ છિએ અને કોરોનાનો નહીં." મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારની તમામ મિટિંગો ઓનલાઇન રહેશે. તેમણે કહ્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે આગામી 8 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, મહારાષ્ટ્રમાં કોવિડ -19 ફરીથી માથું ઉઠાવી રહ્યો છે, 8 થી 15 દિવસમાં, આપણે જાણીશું કે તે બીજી લહેર છે કે નહીં. ઠાકરેએ કહ્યું હતું કે "અમે કોઈ સિંગલ મશીનરી પર વધું ભારણ લાદી શકીએ નહીં. આપણે જવાબદારી લેવી પડશે. અમે એક નવી કેમ્પેઇન ફરી શરૂ કરી રહ્યા છીએ - 'I am Responsible'   મેં નિતી આયોગની બેઠકમાં કામનો સમય સૂચવ્યો. વિવિધ કામના કલાકો, વર્ક ફ્રોમ હોમ, સેનિટાઇઝરનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટેંન્સિંગ અમારા નવા અભિયાનનો એક ભાગ હશે. " ઠાકરેએ કહ્યું કે માસ્ક પહેરો અને લોકડાઉનને ના કહો.
મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાને કહ્યું કે હવે સવાલ ઉભો થયો છે કે શું ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે. આજે પણ લગભગ 7,000 કેસ નોંધાયા છે. અમરાવતીમાં આશરે એક હજાર કેસ નોંધાયા છે. પુના અને મુંબઇમાં કેસ બમણા થઈ રહ્યા છે. ઠાકરેએ કહ્યું કે, આ સમયે કોઈ મોટી કાર્યવાહી અને લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. અમે જાહેર કાર્યક્રમોની સંખ્યાને પ્રતિબંધિત કરી રહ્યા છીએ.