મોદીના નેતૃત્વમાં અને તંત્રએ વિશ્વને દેખાડ્યું કે, વિવાદિત મુદ્દાઓને કેવી રીતે ઉકેલાય

August 05, 2020

લખનઉઃ રામ મંદિર માટે ભૂમિપુજન પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા હતા. યોગી આદિત્યનાથે જણાવ્યું કે, પાંચ સદી પછી આજે 135 કરોડ ભારતવાસીઓનો સંકલ્પ પુરો થઈ રહ્યો છે. દેશમાં લોકતાંત્રિક રીતે મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સીએમ યોગીએ જણાવ્યું કે, આ ઐતિહાસિક ક્ષણની કરોડો લોકોને પ્રતિક્ષા હતી, તેના માટે ઘણી પેઢીઓ નીકળી ગઈ છે. સીએમ યોગીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂઝબૂઝ અને આર્થિક પ્રયાસોનું કારણ આજે સંકલ્પ પુરો થઈ રહ્યો છે. અમે ત્રણ વર્ષ પહેલા અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. આજે તેની સિદ્ધિ થઈ ગઈ છે. સીએમ યોગીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સંકલ્પ 6 વર્ષ પહેલા લઈને ચાલ્યા હતા, તે આજે પુરો થઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની લોકતાંત્રિક શક્તિ અને અહીંની ન્યાપપાલિકાએ દુનિયાને દેખાડી દીધું છે કે વિવાદના મુદ્દાઓને શાંતિપૂર્વક, લોકતાંત્રિક અને સંવૈધાનિક રીતે કેવી રીતે ઉકેલી શકાય છે. સીએમ યોગીએ કહ્યું કે ભારતની ન્યાયપાલિકા અને કાર્યપાલિકાની સાથે સંવિધાન સમ્મત રીતે સમસ્યાઓનું સમાધાન કેવી રીતે થઇ શકે. તેના પ્રત્યક્ષ દર્શન પીએમ મોદીએ કર્યા છે. આ શુભ ઘડી માટે અનેક પૂજ્ય લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે અને તેને આજે અમે ભાવપૂર્ણ રીતે યાદ કરીએ છીએ.