અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને આજે ભારત લાવવામાં આવે તેવી શક્યતા

February 23, 2020

નવી દિલ્હી : અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને ભારત લાવવાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અને આજે તેને સેનેગલથી ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે. ભારતીય તપાસ એજન્સીઓએ રવિ પુજારીને પશ્ચિમી આફ્રિકાના સેનેગલમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. 

તેઓ અત્યારે રો ઓફિસર અને કર્ણાટક પોલીસ સેનેગલમાં જ હાજર છે તેમજ ત્યાંના અધિકારીઓ પ્રત્યાર્પણની તૈયારી પૂર્ણ કરી રહ્યા છે. સૂત્રો અનુસાર રવિ પૂજારી ભારતમાં કર્ણાટક પોલીસની કસ્ટડીમાં રહેશે.રવિ પૂજારીને ભારત લાવ્યા બાદ કર્ણાટક પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી સેનેગલમાં એન્ટોની ફર્નાંડિસનાં નામે પાસપોર્ટ બનાવીને રહેતો હતો. આ પાસપોર્ટ 10 જુલાઈ 2013નાં રોજ જાહેર કરવામાં આવ્યો હતો. પાસપોર્ટનાં આધારે તે કોમર્શિયલ એજન્ટ છે. તેનો મતલબ એ છે કે એક વ્યવસાયી રૂપમા માન્યતા પ્રાપ્ત છે.