લોન વસુલાતની અનોખી રીત: દેવાદારનાં અન્ડરવિયરની પણ કરાઇ હરાજી

February 20, 2021

કીવઃ કોરોનાએ ઘણા દેશોનાં અર્થતંત્રની કમર તોડી નાખી છે, બેંકોએ આ સંકટમાંથી ઉગરવા માટે લોન લેનારા લોકો પાસેથી વસુલાત વધુ તેજ બનાવી દીધી છે, યુક્રેન સરકારે તો હદ જ કરી નાખી, એક દેવાદારનું અન્ડર વિયર નિલામ કરીને તેની વસુલી કરવા જઇ રહી છે.  દેવું લેવું અને તે ન ચૂકવવું એ ઘણા લોકો માટે એક વ્યસન બની ગયું છે. આવી સ્થિતિમાં હંમેશાં કડક નિયમોની જરૂર હોય છે, પરંતુ યુક્રેન સરકારે તો હદ જ કરી નાખી છે. મિડિયા રિપોર્ટ મુજબ, યુક્રેનનાં સેન્ટ્રલ કિર્વી રિહમાં ન્યાય મંત્રાલયની વેબસાઇટ પર એક અનોખી જાહેરાત આપવામાં આવી છે. તેમાં અન્ડરવિયરની હરાજી વિશેની માહિતી છે. આ અન્ડરવિયર એ એક લોન લેનારાનું છે, જે સરકારને પૈસા પરત કરવામાં અસમર્થ છે. યુક્રેનમાં ફસાયેલા દેવાની વસુલાત માટે 2015માં સેટમ નામની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, તે અંતર્ગત દેવું ન ચુકવતા લોકોની સંપત્તી જપ્ત કરીને તેની હરાજી કરવામાં આવે છે. 
એક રિપોર્ટ મુજબ યુક્રેન સરકાર દેશનું દેનું ચુકવનારા લોકોનાં ઘેટા અને ગાયોની પણ હરાજી કરી રહી છે, કોરોના કાળમાં આ દેશમાં બેંક ડિફોલ્ટરની સંખ્યા ખુબ ઝડપથી વધી છે, એટલા માટે તેની ઝડપથી વસુલાત કરવામાં આવી રહી છે, આ પહેલા વર્ષ 2020માં એક વયોવૃધ્ધ મહિલાનાં બે પાલતુ કુતરાની પણ હરાજી કરવામાં આવી હતી.