અકારણ, વારંવાર CT સ્કેન ટાળો, કેન્સરનું જોખમ: AIIMSના ડિરેક્ટરની ચેતવણી

May 04, 2021

નવી દિલ્હી: AIIMSના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું છે કે જે દર્દીઓ અકારણ અને વારંવાર સીટી સ્કેન કરાવી રહ્યા છે તેઓ
મોટો ભય વહોરી રહ્યા છે. સીટી સ્કેનના કારણે કેન્સર થવાનું જોખમ ઊભું થઇ શકે છે. એક ઝ્ર્ સ્કેન છાતીના ૩૦૦-૪૦૦ એક્સ-રે બરાબર હોય છે. તેથી તેનો
ઉપયોગ તાકિદની જરૂરીયાત હોય અથવા તો તજજ્ઞ ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું હોય ત્યારે જ કરવો હિતાવહ છે. તેમણે જણાવ્યું હતું કે હળવા
કોવિડ-૧૯માં સીટી સ્કેનની જરૂરીયાત હોતી નથી તેથી જે દર્દી હોમ આઈસોલેશનમાં જ હોય અને તેનં ઓક્સિજન લેવલ પ્રમાણસર હોય તો તેણે સીટી સ્કેન
કરાવવું ના જોઈએ. ખાસ કરીને યુવાન વયમાં વારંવાર સીટી સ્કેન કરાવવાતી પાછળથી કેંસરનો ખતરો વધી જાય છે. તેમણે ઉમેર્યું હતું કે જરૂર વગર સીટી
સ્કેન કરાવવાથી તમે ફાયદાના બદલે તમારી જાતને નુકસાન જ કરો છો. જો શઁકા હોય તો પહેલાં ચેસ્ટ એક્સરે કરાવવું જોઈએ અને પછી પણ જરૂર લાગે તો
જ સીટી સ્કેન કરાવાય.
ડો. ગુલેરિયાએ જણાવ્યું હતું કે રેડિયેશનના એક ડેટાનં વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું છે કે લોકો ત્રણ-ત્રણ દિવસે સીટી સ્કેન કરાવી રહ્યા છે. હળવા લક્ષણો
ધરાવતાં દર્દીએ એટલા માટે સીટી સ્કેનથી દૂર રહેવું જોઈએ કેમ કે સીટી સ્કેનના કારણે વધતા ઓછા પ્રમાણમાં રેશિઝ આવી જાય છે જેને જોઈને દર્દી વધારે
ગભરાઇ જાય છે. એ જ રીતે પ્રારંભિક તબક્કે સ્ટેરોઈડનું સેવન કરવું વધારે જોખમી છે.