પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માટે આ રીતે કરો પરફ્યૂમનો ઉપયોગ

April 08, 2022

અનેક વાર એવું જોવા મળે છે કે દરેકનું ખાસ પરફ્યૂમ હોય છે પરંતુ તેની અસર લગાવ્યા બાદ લાંબા સમય સુધી રહેતી નથી. થોડી વારમાં તેની અસર જતી રહે છે. આવા સમયે તમારે ક્યારેક નિરાશ થવું પડે તે શક્ય છે પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે પાર્ટનર સાથે હોવ ત્યારે આ ભાગ પર પરફ્યૂમ લગાવીને જશો તો તમને નિરાશ થવાનો અવસર મળશે નહીં.

શરીરના આ ભાગ પર લગાવો પરફ્યૂમ
જો તમે અહીં આપેલી ટ્રિક્સને અજમાવી લેશો તો તમે લાંબા સમય સુધી પરફ્યુમની સુગંધને જાળવી શકશો. આપણા શરીરના કેટલાક એવા પોઈન્ટ્સ છે જેની પર અન્ય ભાગ કરતા વધારે ગરમી રહે છે.એવામાં જો તમે આ ભાગ પર પરફ્યૂમ લગાવશો તો તેની અસર લાંબા સમય સુધી રહેશે.
 
કાંડુ
આ જગ્યાએ પરફ્યૂમ લગાવવાથી તેની સુગંધ લાંબા સમય સુધી રહે છે. કાંડા પર સ્પ્રે કર્યા બાદ તેને સૂકાવવા દો. યાદ રાખો કે અહીં પરફ્યૂમ લગાવતા પહેલા આ જગ્યાને સારી રીતે મોઈશ્ચરાઈઝ કરી લો.

કોણી
શરીરના આ ભાગ પર પરફ્યૂમને સામાન્ય સ્પ્રે કરો અને થોડું ઘસી લો. તેનાથી તમારી આસપાસના લોકોમાં સુગંધ આવશે અને સાથે જ તમે તાજગી અનુભવશો.

ગરદન
અહીં પરફ્યૂમ લગાવવાની ટ્રિક વર્ષોથી ચાલી આવી રહી છે. તેનું કારણ છે કે તે એકમેકની સાથે પ્રેમ કરનારા કપલને માટે ખાસ જગ્યા છે. પાર્ટનરની સાથે હોવ ત્યારે શરીરનો આ ભાગ સૌથી નજીક હોય છે.

છાતીનો ભાગ
શરીરના આ ભાગ પર પહેલા તો મોઈશ્ચરાઈઝર લગાવો અને પછી અહીં તમારું ફેવરિટ પરફ્યૂમ લગાવો. તેનાથી તમારી નજીક રહેનારા લોકોને સારી સ્મેલનો અહેસાસ થશે.

કપડા પર પણ લગાવો પરફ્યૂમ
શરીરના તમામ ભાગ પર પરફ્યૂમ લગાવતી સમયે આ વાત જરાય ભૂલશો નહીં કે તમને તમારા કપડા પર પણ સુગંધ મળશે. નહીં તો કોશિશ પર પાણી ફરી વળી જશે. આ માટે કોઈ ભૂલ ન કરો.